બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / aliens can use mobile towers to collect information about humans claims

રિસર્ચ / શું મોબાઈલ ટાવરથી 'એલિયન્સ' મનુષ્યની માહિતી એકત્રિત કરી શકે! અભ્યાસમાં ચોંકાવનારો દાવો

Manisha Jogi

Last Updated: 12:42 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલિયન્સ (Aliens) કેવા હોય છે, કેવા દેખાય છે તે કોઈને ખબર નથી. વૈજ્ઞાનિકોએ એલિયન્સ બાબતે એક ચોંકાવનારી જાણકારી શેર કરી છે.

  • એલિયન્સ બાબતે એક ચોંકાવનારી જાણકારી સામે આવી. 
  • એલિયન્સ મોબાઈલ ટાવરથી મનુષ્યની જાણકારી એકત્ર કરે છે!
  • અંતરિક્ષમાં પૃથ્વી કરતા પણ વધુ એડવાન્સ સિવિલાઈઝેશન છે?

એલિયન્સ (Aliens) કેવા હોય છે, કેવા દેખાય છે તે કોઈને ખબર નથી. એલિયન્સના કો નક્કર પૂરાવા પણ મળ્યા નથી, પરંતુ તે અંગે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે અનેક દાવા પણ કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા અંગે કોઈને જાણકારી નથી. વૈજ્ઞાનિકોએ એલિયન્સ બાબતે એક ચોંકાવનારી જાણકારી શેર કરી છે. એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, એલિયન્સ માણસો વિશે તમામ જાણકારી એકત્ર કરી શકે છે. જે માટે તેઓ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે,  મોબાઈલ ટાવરથી થતા સિગ્નલ એમિશનની મદદથી એલિયન્સ માણસો વિશે જાણકાકી એકત્ર કરી શકે છે. 

વૈજ્ઞાનિકો ઘણા સમયથી જાણવાની કોશિશ કરી રહ્યા છે કે, અંતરિક્ષમાં એવી કઈ શક્તિ છે, જ્યાં પૃથ્વી કરતા પણ વધુ એડવાન્સ સિવિલાઈઝેશન છે? શું તે એક એલિયન સિવિલાઈઝેશન છે? આ બાબતે વૈજ્ઞાનિકોને નક્કર પૂરાવા મળ્યા નથી. આ બાબતે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જો કોઈ હુમલા એડવાન્સ હોય તો આપણી ટેકનિકની મદદથી આપણા વિશે જાણકારી મેળવી શકે છે. 

એલિયન્સ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરે છે
લાઈફ સાયન્સ રિપોર્ટ અનુસાર પૃથ્વી પરના મોબાઈલ ટાવરમાંથી નીકળતા સિગ્નલની મદદથી એલિયન્સ આપણા વિશે જાણકારી મેળવી શકે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ ટાવરમાંથી જે એનર્જી નીકળે છે, તેનો ઉપયોગ રેડિયો અને ટીવી ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે. મોરેશિયસ યુનિવર્સિટીના ડૉ.નલિની જણાવે છે કે, સ્પેસમમાં એડવાન્સ સિવિલાઈઝેશનની સંભાવના છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને જ્યૂપિટર આઈસી મૂન્સ એક્સપ્લોર (JUICE) જેવા એડવાન્સ ડિવાઈસથી નવા સંકેત પણ મળ્યા છે. 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એલિયન્સ ગેલેક્સીમાં એડવાન્સ લાઈફનું સંશોધન કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે, જેમ જેમ આપણું કમ્યુનિકેશન મજબૂત થશે, તે પ્રકારે એલિયન્સને પણ આપણી ઓળખ કરવામાં વધુ મદદ પ્રાપ્ત થશે. એલિયન્સ એડવાન્સ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ