બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Akshay Kumar to work with heroine Raveena Tandon after 19 years

ઉત્સાહ / 19 વર્ષ બાદ અક્ષય કુમારની હિરોઈન બનશે રવિના ટંડન: શું ફરી મેકર્સ સામે મૂકશે 'મોહરા' ફિલ્મવાળી શરતો?

Kishor

Last Updated: 03:25 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ અનુસાર લગભગ બે દાયકા બાદ અક્ષય કુમાર અને રવિના ટંડન બંને વેલકમ 3 માં મોટા પરદા પર સાથે જોવા મળશે.

  • 90 ના દાયકાની બોલીવુડની ટોચની જોડી દેખાશે એક સાથે
  • અક્ષય કુમાર અને રવિના ટંડનને એક સાથે પડદા પર દેખાશે
  • રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર અને રવિના ટંડન બંને વેલકમ 3 માં જોવા મળશે

એક સમયે અક્ષય કુમાર અને રવિના ટંડનની જોડીનો જમાનો જ કંઈક અલગ હતો. 90 ના દાયકા દરમિયાન બોલીવુડની ટોચની જોડીમાં અક્ષય કુમાર અને રવિના ટંડનની ગણના થતી હતી. પરદા પર તો તેમની ચર્ચા થતી જ હતી પરંતુ રિયલલાઈફમાં પણ તેમની અલગ ચર્ચા હતી. પરંતુ અમુક સંજોગો અનુસાર આ જોડી એવી તૂટી કે તે ફેરી ક્યારેય સાથે કામ કરવા માટે પરદા પર આવ્યા જ નહીં! પરંતુ અક્ષય કુમાર અને રવિના ટંડનને એક સાથે પડદા પર જોવા માંગતા દર્શકોની ઇચ્છા હવે પુરી થવા જઈ રહી છે. હવે ફરી બને એક સાથે દેખાવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર બને વેલકમ 3 મા એક સાથે જોવા મળી શકે છે. જે ફિલ્મનું ટાઇટલ વેલકમ ટુ ધ જંગલ રાખવામાં આવ્યું છે.

અક્ષય કુમાર અને રવિના ટંડન બંને વેલકમ 3 માં જોવા મળશે

રિયલલાઈફમાં બન્નેની ભારે ચર્ચા બાદ એક સમય એવો આવ્યો કે તે બને પોતપોતાના જીવનમાં આગળ વધવા લાગ્યા અને બને એ સગાઈ-લગ્ન કરીને સેટલ થઈ ગયા હતા. છતાં આજે પણ બંને વચ્ચે સંબંધો સારા છે રવિના એ તો એક કાર્યક્રમમાં અક્ષયના વખાણ પણ કરી દીધા હતા. આવી સ્થિતિ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે હવે બને લાંબા સમય બાદ ફરી એક વખત મોટા પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય બને લગભગ બે દાયકા બાદ ફરી એક સાથે જોવા મળે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ફિલ્મફેરના એક રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર અને રવિના ટંડન બંને વેલકમ 3 માં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ વેલકમ ટુ જંગલ રખાયું છે.

'ટિપ ટિપ બરસા પાની' વિશે વાત કરતા રવીનાએ કહ્યું
એવુ પણ જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટણી અને જેકલીન ફર્નાન્ડિસ સહિતઓ રોલ ભજવશે. ખાસ વાત એ છે કે રવીનાની 'મોહરા'ના ચાર્ટબસ્ટર ગીત 'ટિપ ટિપ બરસા પાની' વિશે વાત કરતા રવીનાએ કહ્યું મેં અગાઉ પણ સેંશુઅસ ગીતો કર્યા હતા પરંતુ તેમાં કઇ ઓવર સીન ન હતા. તેણીએ કહ્યું કે હુ ગીતમાં અમુક બાબતો વિશે સ્પષ્ટ હતી કે હું સાડી નહીં ઉતારૂ અને કોઈ કિસિંગ સીન પણ નહીં હોય!' રવીનાએ મેકર્સ સામે અનેક ચેક લિસ્ટ રાખ્યા હતા. જે શરતોનો સ્વીકાર થયો બાદ જ અભિનેત્રીએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ