બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / akhatrij Panchgrahi Yog on Akashya Tritiya 2023 these zodiac signs get money

ધર્મ / અખાત્રીજ પર આ વખતે 125 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને તો લાભ જ લાભ

Manisha Jogi

Last Updated: 05:14 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ માન્યતા અનુસાર અક્ષય તૃતીયા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. આ દિવસે 125 વર્ષ પછી સૂર્ય, ગુરુ, બુધ, રાહુ અને અરુણ મેષ રાશિમાં પંચગ્રહી યોગનું નિર્માણ થશે.

  • અક્ષય તૃતીયાના રોજ પંચગ્રહી યોગનું નિર્માણ થશે. 
  • તમામ રાશિઓ પર થશે આ સંયોગની અસર.
  • આ 4 રાશિના જાતકોને થશે વિશેષ લાભ.

અક્ષય તૃતીયા એક એવો પાવન અવસર છે. હિંદુ માન્યતા અનુસાર આ પર્વ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. હિંદુ માન્યતા અનુસાર વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. વર્ષ 2023માં અક્ષય તૃતીયાના રોજ એક ખાસ સંયોગ બની રહ્યો છે. 125 વર્ષ પછી સૂર્ય, ગુરુ, બુધ, રાહુ અને અરુણ મેષ રાશિમાં પંચગ્રહી યોગનું નિર્માણ કરશે. જેની તમામ રાશિઓ પર અસર જોવા મળશે. કઈ રાશિઓ પર વિશેષ અસર થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- અક્ષય તૃતીયાના રોજ મેષ રાશિમાં ખાસ સંયોગ સર્જાશે. આ સંયોગથી મેષ રાશિના જાતકોને તમામ પ્રકારના લાભ થશે, તમારા સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધર્મ કર્મ સંબંધિત કાર્ય કરશો. ધન અને સ્વર્ણ પ્રાપ્તિનો સંયોગ બની રહ્યો છે. 

વૃષભ- વૃષભ રાશિનો સ્વામી શુક્ર અક્ષય તૃતીયાના રોજ વૃષભ રાશિમાં હશે, જેના કારણે રાજયોગનું નિર્માણ થશે. આ રાશિના જાતકોને અક્ષય તૃતીયાના રોજ વસ્ત્ર, આભૂષણ અને ભૌતિક સુખ પ્રાપ્તિ થશે. પારિવારિક જીવનમાં સ્નેહ અને પ્રેમ પ્રાપ્ત થશે. 

કર્ક- અક્ષય તૃતીયાના રોજ કર્ક રાશિના સ્વામી કર્ક રાશિના 11 માં ભાવમાં શુક્ર સાથે બિરાજમાન થશે. જેના કારણે 10માં ભાવમાં પંચગ્રહી યોગનું નિર્માણ થશે. આ કારણોસર કાર્યક્ષેત્રે આગળ વધવાની તક પ્રાપ્ત થશે, આર્થિક લાભ થવાને કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. તમને આભૂષણની પ્રાપ્તિ થઈ શકે છે. 

સિંહ- સિંહ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયા શુભ ફળ પ્રદાન કરનાર સાબિત થશે. ઘરના વડીલોનો આશીર્વાદ મળશે. સમાજ અને પરિવારમાં તમારો પ્રભાવ વધશો. સોના અથવા ચાંદીની ખરીદી કરવાથી અક્ષય તૃતીયા શુભ અને મંગળકારી બની શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ