બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Air pollution in India is now a matter of concern Air quality is deteriorating day by day

વાયુ પ્રદુષણ / તમારા બાળકોનું વિચારતા હોય તો ભૂલથી પણ હળવાથી ન લેતા આ ચેતવણી, જુઓ WHOએ શું કહ્યું

Ronak

Last Updated: 03:30 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે વાયુ પ્રદુષણ દિવસેને દિવસે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. કારણકે વાયુ પ્રદુષણ બાળકો માટે હવે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. જેથી આ મુદ્દે WHO દ્વારા પણ હવે ભારતને ચેતવણી આપવામાં આવી છે.

  • ભારતમાં વાયુ પ્રદુષણ હવે ચિંતાનો વિષય 
  • દિવસેને દિવસે બગડી રહી છે હવાની ગુણવત્તા 
  • બાળકો માટે વાયુ પ્રદુષણ જીવલેણ 

રાજધાની દિલ્હીમાં દિવાળી પછી ફરી એક વાર વાયુ પ્રદુષણ વધ્યું છે. આપને જણાવી દઈએ કે વાયુપ્રદુષણ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે. પરંતુ બાળકો માટે વાયુ પ્રુદુષણ જીવલેણ સાબિત થઈ શકે છે. 

WHO અને યૂનિફેસે આપી ચેતવણી 

દેશમાં જે રીતે વાયુ  પ્રદુષણ વદી રહ્યું છે. તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમજ યૂનિસેફ દ્વારા પહેલાથીજ ચેતવણી આપી દેવામાં આવી છે. બંનેના કહેવા પ્રમાણે ભારતમાં વાયુ પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે જે ઘણી ગંભીર સમસ્યા છે. વાયુ પ્રદુષણને કારણે બાળકોના શરીર પર ગંભીર અસર પડી શકે છે. જેમા તેમના શરીરનો વિકાસ પણ રોકાઈ શકે છે. 

બાળકોના ફેફસા માટે નુકશાનકારક 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે જે સ્થળોએ વાયુ પ્રદુષણનું પ્રમાણ વધારે છે ત્યાના બાળકોના ફેફસાને નુકશાન પહોચી શકે છે. જ્યા સુધી બાળકો મોટા નહી થાય ત્યા સુધી તેમના ફેફસા યોગ્ય રીતે કામ નહી કરે. 

દર વર્ષે 1,30,000 બાળકોના મોત 

યુનિફેસના કહેવા પ્રમાણે કોઈ બાળકો એક મીનીટમાં 20 થી 30 વખત શ્વાસ લે છે. સામાન્ય લોકો કરતા બાળકો વધારે સ્પીડે શ્વાસ લેતા હોય છે. તેજ રીતે નવજાત શીશુંની વાત કરીએ તો તે એક મિનિટમાં 30 થી 40 વખત શ્વાસ લે છે. આપણે જણાવી દઈએ કે ઝેરી હવાને કારણે ભારત સહિત દક્ષિણ એશિયામાં દર વર્ષે 1 લાખ 30 હજાર જેટલા બાળકોના મોત થયા છે. 

આંખ , મગજ અને ફેફસા પર થાય છે ગંભીર અસર 

પ્રદુષીત હવાથી જ્યારે બાળકો શ્વાસ લે ત્યારે તે હવા તેમના ફેફસામાં જાય છે અને બાદમાં તેમા રહેલા કણો લોહીમાં ભળી જાય છે. જે લોહી પછી આખા શરીરમાં ફરે છે. જેના કારણે બાળકો ગંભીર બિમારીનો શિકાર બનતા હોય છે. જેમા ખાસ કરીને બાળકોના ફેફસા , તેમની આંખો અને તેમના મગજ પર તેની ખરાબ અસર થતી હોય છે. 

દિલ્હીમાં ગત વર્ષે 57 હજારના મોત 

પર્યાવરણ સંગઠન ગ્રીનપીસના આકડા અનુસાર 2020માં દિલ્હીમાં વાયુ પ્રદુષણને કારણે 57 હજાર લોકોના મોત થયા હતા. જેથી પરિસ્થિતી ઘણી ગંભીકર કહી શકાય. ભારતમાં વધતું જતું વાયુ પ્રદુષણ હવે ચીંતાનો વિષય બન્યો છે. જેમા હવાની ગુણવત્તાને લઈને પણ 180 દેશોમાંથી ભારતનો નંબર 168મો આવે છે. શ્રીલંકાનો 109 , પાકિસ્તાનનો 142 અને નેપાળનો 145મો નંબર આવે છે. 

વાયુ પ્રદુષણ બન્યો ગંભીર પ્રશ્ન  

ઉલ્લેખનીય છે કે ભારતમાં વધતું જતું વાયુ પ્રદુષણ હવે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. લોકોને શ્વાસ સંબંધી સમસ્યા વધી રહી છે. સાથેજ બાળકો માટે તો વાયુ પ્રદુષણ સૌથી ગંભીર છે. સાથેજ હવાવની ગુણવત્તા મામલે પણ ભારત અન્ય દેશોની તુલાનાએ ઘણો પાછળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ