બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites should read this otherwise..., this road from Pakwan Char road of the city to Sarkhej will remain closed

મુશ્કેલી / અમદાવાદીઓ આ વાંચી લેજો નહીં તો..., શહેરના પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફનો આ રોડ રહેશે બંધ, જાણો ક્યાં સુધી

Vishal Khamar

Last Updated: 11:50 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનિવાર્ય સંજોગોને કારણે રોડને ડાયવર્ઝન આપવું પડે છે. ત્યારે તા. 27 મે સુધી પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફનો સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે.

  • 27 મે સુધી પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફનાં સર્વિસ રોડ બંધ
  • ઉત્તર-પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા પાણી સંબંધિત કામને લઈ સર્વિસ રોડ બંધ
  • મ્યુનિ. તંત્રની લિમિટમાં આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવાની સૂચના આપી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક વાર જે તે પ્રોજેક્ટનાં કામ હાથ ધરાય છે. તે વખતે કેટલાંક અનિવાર્ય કારણસર રોડનું ડાઇવર્ઝન પણ આપવું પડે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા પાણી સંબંધિત એક કામને લઈ આજથી તા. ૨૭ મે સુધી પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફના સર્વિસ રોડને બંધ કરવાની જાહેરાત કરાઈ છે.

સર્વિસ રોડ પર ખોદકામ કરવાની આવશ્યકતા ઊભી થઈ

ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં ટીપી નં. ૫૦માં વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બની રહ્યું છે. તેને સંલગ્ન પાણીની લાઇનના નેટવર્ક પૈકી રાજપથ ક્લબ પાસે નેશનલ હાઈવેને ક્રોસ કરવા માટે પુશિંગની કામગીરી જરૂર બની છે, જોકે તેમાં ૨૨૦૦ મિ.મી. વ્યાસની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનું નડતર આવતું હોઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખોદકામ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.
નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખોદકામ કરવાનું હોઈ સત્તાવાળાઓએ પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડને આજથી તા. ૨૭ મે, ૨૦૨૩ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. તંત્રે આ સર્વિસ રોડને બંધ કરીને લોકો માટે મ્યુનિ. તંત્રની લિમિટમાં આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ