બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, police officer PSI Akash Vaghela operated on a poor girl

સરાહનીય / દેવદૂત બન્યા અમદાવાદ પોલીસના PSI: હૃદયમાં કાણું પડેલી બાળકીનું કરાવ્યું ઓપરેશન, ઘટનાક્રમ સાંભળવા જેવો

Dinesh

Last Updated: 10:02 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા PSI આકાશ વાઘેલાએ બતાવી માનવતા, ગરીબ શ્રમજીવી પરિવારની દીકરીનું કરાવ્યું ઓપરેશન

  • 7 વર્ષની દીકરીને PSIએ અપાવ્યું નવું જીવન
  • ગરીબ શ્રમજીવી પરિવારની દીકરીનું કરાવ્યું ઓપરેશન
  • PSI આકાશ વાઘેલાએ દર્શાવી માનવતા


અમદાવાદમાં પોલીસ અધિકારી દેવદૂત બન્યા છે. 7 વર્ષની દીકરીના હૃદયનું ઈલાજ કરાવીને તેને નવું જીવન પ્રદાન કર્યું છે. પોલીસની માનવતા અને કરુણાનું ઉત્તમ છબી સામે આવી છે. 7 વર્ષની લાડકવાઈ દીકરી જીવન મરણ વચ્ચે લડી રહી હતી. પરંતુ ગરીબ શ્રમજીવી પરિવાર પાસે એટલા પૈસા નહતા કે દીકરીના હદયનો ઈલાજ કરાવી શકે. ઇસનપુરમાં ફુલોની નર્સરીમાં નોકરી કરતા મુકેશ કુશવાહ મૂળ આગ્રાના રહેવાસી છે. તેમની 7 વર્ષની દીકરી સતત બીમાર રહેતી હતી. હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યો તો દીકરીના હદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું હતું. જો સમયસર ઈલાજ નહી કરાવે તો દીકરીને ગુમાવવાનો વખત આવવાનો હતો.

PSI આકાશ વાઘેલા

ઈલાજનો તમામ ખર્ચ ઉપાડ્યો
આ લાચાર પિતા દીકરીના ઈલાજ માટે લાખો રૂપિયા ક્યાંથી લાવશે તે આઘાતમાં હતો. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલા દેવદૂત બનીને આવ્યા હતા. ફૂટપાથ પર નર્સરીને હટાવવા આવેલા PSIએ એક પિતાની વેદના સાંભળી તો તેમનું હદય પણ ભરાઈ ગયું હતું. તેમને 7 વર્ષની દીકરીના ઇલાજનો ખર્ચ સાથે આ પરિવારના ભરણપોષણ માટે પણ મદદરૂપ બન્યા હતા અને પોલીસની માનવતા અને કરુણાની છબી રજૂ કરી હતી.

આકાશ એ વાઘેલાની પ્રેરણાદાયક પ્રવૃત્તિ
વર્ષ 2013ની બેચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આકાશ એ વાઘેલા ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામના વતની છે. વાવોલ ખાતે માતા-પિતા, પત્ની અને 3 વર્ષીય પુત્ર સાથે રહે છે. તેઓ ભાવનગર જિલ્લા પોલીસ માં 4 વર્ષ ફરજ બજાવ્યા બાદ પાંચેક વર્ષથી અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવે છે. જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે સાડા ત્રણ વર્ષ ફરજ બજાવ્યા બાદ તેમની દોઢેક વર્ષ અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ હતી. દોઢેક વર્ષથી ઈસનપુર પોલીસમાં એ એ વાઘેલા સર્વેલન્સ સ્કવૉડમાં ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસની નકારાત્મક અને તોડબજ છબીને લઈને હંમેશા ચર્ચા થતી હોય છે પરંતુ પોલીસની માનવતા અને કરુણાત્મક છબીનો ઉત્તમ ઉદાહરણ આ કિસ્સા પરથી સામે આવ્યું છે. 

બાળકીના પિતા

હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા પણ જાય છે
PSIએ હોસ્પિટલના ઓપરેશનનો તમામ ખર્ચ તો ચૂકવ્યો પરંતુ દીકરીને દરરોજ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવીને માતા પિતાની હિંમત પણ વધારી રહ્યા છે.  કહેવાય છે કે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. તેવું પોલીસ માટે પણ કહેવાય છે. ક્યાંક પ્રેમ અને કરુણા જોવા મળે છે તો ક્યાંય ભ્રષ્ટ અને તોડબાજ છબી પણ સામે આવે છે.  પરંતુ આ પરિવાર માટે તો પોલીસ ભગવાન અને દેવદૂત બનીને આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ