Ahmedabad Police is alert,about Uttarayan festival, monitoring is being done with the help of this tool
ચોકસાઇ /
ઉત્તરાયણ પર્વને લઈને અમદાવાદ પોલીસ સતર્ક, ડ્રોનની મદદથી રાખી રહી છે નજર
Team VTV12:47 PM, 14 Jan 21
| Updated: 03:12 PM, 14 Jan 21
દેશમાં આજે કોરોના ગાઇડલાઇન્સની સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસે પણ લોકોના રક્ષણ માટે પૂરતી ચોકસાઈની સાથે ચેકીંગ કરીને લોકોને કાળજી પૂર્વક ઉત્તરાયણ ઉજવવા અપીલ કરી હતી. આ સિવાય ડ્રોનની સાથે ચેકીંગ પણ કરાયું હતું.
ઉતરાયણ પર્વને લઈને પોલીસનું સર્ચ ઓપરેશન
ડ્રોન દ્વારા પોલીસનું મોનીટરીંગ
પોળ વિસ્તારમાં પોલીસે હાથ ધર્યું ચેકિંગ
અમદાવાદના પોળ વિસ્તારમાં ઘણી કોઈ પણ તહેવારની ઉજવણીનો માહોલ જ અલગ હોય છે, અને તેમાં પણ જો માંજા અને પતંગનો તહેવાર ઉત્તરાયણ હોય તો તો તેની મજા જ કઈંક ઓર આવતી હોય છે જો કે આ વખતે ઉત્તરાયણની ઉજવણી કોરોનાની ગાઇડલાઇન સાથે મનાવાય તેવું સરકારે નક્કી કર્યું છે, જેના પગલે પોલીસ પણ લોકોના જીવના રક્ષણ માટે અને કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે ચોકસાઈ પૂર્વક નજર રાખી રહી છે.
પોલીસ દ્વારા હાથ ધરાયું ફૂટ ચેકિંગ
અમદાવાદના પોળ વિસ્તારમાં raf દ્વારા ફુટ ચેકીંગ કરાયું હતું અને ડ્રોન દ્વારા મોનિટરિંગની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરાઈ છે, મળતી માહિતી અનુસાર પોલીસે પોળ વિસ્તારમાં ધાબા પર પણ ચેકીંગ પોઇન્ટ ગોઠવ્યા છે કે જેથી કરીને પરિસ્થિતિ પર નજર રાખી શકાય અને કોઈ અનિચ્છનીય ઘટનાને નિવારી શકાય.
દેશભરમાં જ્યારે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉત્તરાયણના તહેવારની મંજૂરી આપવામાં આવી છે ત્યારે અમદાવાદ પોલીસ પણ લોકોના જીવ રક્ષણ માટે અને ગાઇડલાઇનના પાલન માટે સતર્ક બની છે અને લોકોને નિયમોના પાલન સાથે ઉજવણી કરવાની વિનંતી કરી હતી.