બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Police Commissioner Sanjay Srivastava retired

વિદાય સમારોહ / અમદાવાદ CP શ્રીવાસ્તવ થયા નિવૃત, વિદાય વખતે બોલ્યા- એવો સમય હતો કે, ચોકીમાં એક પલંગ હતો જેમાં વારા ફરતીવારા બધા ઉંઘતા

Malay

Last Updated: 10:14 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા છે. વિદાઈ સમારોહમાં સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, પહેલા અમારી પર પથ્થરો પડતા, એસિડ પડતુ જે બંધ થયુ છે. અમદાવાદ પોલીસની કામગીરી ખરેખર બીરદાવવા લાયક છે.

 

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા
  • શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન
  • પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સંજય શ્રીવાસ્તવને સન્માન અપાયું

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા IPS પ્રેમવીરસિંહને અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં પ્રેમવીરસિંહ ઈન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે.

ફેરવેલ પરેડનું આયોજન કરાયું 
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આજે શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયું હતું. જ્યાં સંજય શ્રીવાસ્તવને પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સન્માન અપાયું હતું. તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

વિદાઈ સમારોહમાં સંજય શ્રીવાસ્તવનું નિવેદન
શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ પરથી તેમણે જણાવ્યું હતું કે, 'લોકો સાથે સારો વ્યવહાર કરવો એ અકાદમીએ શીખવ્યું છે. હું અમદાવાદ આવ્યો ત્યારે ખૂબ જ રમખાણો થતાં હતા. અમદાવાદમાં જ મારું ઘર હોવા છતાં હું ઘરે જઈ શકતો ન હતો. એક ચોકીમાં એક પલંગ હતો, જેમાં વારા ફરતીવારા બધા ઉંઘતા હતા.' 

2002થી પરિસ્થિતિ ઘણી બદલાઈ છે: સંજય શ્રીવાસ્તવ
તેમણે જણાવ્યું હતું કે, આજે પરીસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્ષ 2002 પછી રમખાણો થતા થતી. લોકોને સમજાઈ ગયું છે કે રમખાણોથી કોઈનો ફાયદો નથી. પહેલા અમારી પર પથ્થરો પડતા, એસિડ પડતુ જે બંધ થયુ છે. 2002 બાદ જે પોલીસમાં ભરતી થયા છે એમને આનો ખ્યાલ નહીં હોય.

'પોલીસ ખરેખર મહેનત કરી રહી છે'
સાઈબર ક્રાઈમ અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ એક મોટો ચેલેન્જ છે. સાયબર ક્રાઈમ એક મોટી તકલીફ છે જે ભવિષ્યમાં પણ મુશ્કેલી સર્જશે. આ સાથે જ ટ્રાફિક પણ એક મોટો પડકાર છે. એક ઘરમાં 2/3 ગાડીઓ થઈ ગઈ છે, જેના લીધે પણ ટ્રાફિકની સમસ્યા વધી છે. આ બાબતે પણ પોલીસ ખરેખર મહેનત કરી રહી છે. 

અમદાવાદ પોલીસની કામગીરી બિરદાવવા લાયકઃ સંજય શ્રીવાસ્તવ
અમદાવાદ પોલીસ ગુજરાત રાજ્યમાં ટોપમાં સ્થાન ધરાવે છે. કોઈપણ મોટા બનાવ બને કે કોઈ મોટો બંદોબસ્ત ગોઠવવાનો હોય ત્યારે બધા કહે છે કે આ કામ અમદાવાદ શહેર પોલીસ જ કરી શકશે. પીએમ મોદીનો 54 કિમી લાંબો રોડ શો હતો, ત્યારે 40 ટકા ફોર્સમાં અમદાવાદ પોલીસની ટીમ તૈનાત હતી. આ કામગીરીને ખરેખર બીરદાવવા લાયક છે. તમે બધાએ મારી સાથે ખભાથી ખભા મિલાવવીને કામ કર્યું છે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું. 

અનેક નામો હતા ચર્ચામાં
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ બેડામાં નવા પોલીસ કમિશનરને લઈ વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યાં હતાં. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે આઈબીમાં ચીફ તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોત તેમજ રાજ્યની જેલ વિભાગના વડા ડૉ. કે.એલ.એન રાવ તેમજ સમશેર સિંહનું નામ ચર્ચામાં હતાં પરંતુ જે તમામની વચ્ચે પ્રેમવીરસિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ