બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Heavy rain Damage amc Pre monsoon

વરસાદનો માર / મેગાસિટીમાં વિકાસના દાવા ધોવાયા, અમદાવાદીઓનો લાખોનો સામાન બરબાદ, અનેક પરિવારોની હાલત દયનીય

Vishnu

Last Updated: 12:01 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પર આસમાની કહેર અને તંત્રની આંખ આડા કાનની લહેર, અત્યારે લોકો નેતાઓને આશીર્વાદ આપવા બોલાવે છે

  • મેગાસિટીમાં અનરાધાર આફત
  • વ્યવસ્થાઓની ખૂલી ગઈ પોલ
  • વરસાદ હચમચાવે છે વિકાસના પાયા
  • આફતની હેલીમાં ક્યાં ગયા બેલી?

કોઈ દેશી કે વિદેશી નેતાના આગમન વખતે આ મેગાસિટીની સડકો વિદેશી સડકો જેવી બનાવી દેવાય છે અને અમદાવાદ શાંઘાઈ બની રહ્યું છે તેવું દર્શાવવા દરેક આંખમાં ભૂરકી છંટાય છે. પરંતુ ચોમાસાના પાણી આપણને એ ભાન કરાવી રહ્યા છે કે, આપણે વિકાસની ઈમારતોમાં બેસીને જે અમદાવાદને જોઈ રહ્યા છીએ, તેના પાયાને સામાન્ય વરસાદ પણ હચમચાવી નાખે તેમ છે.  કેમ કે હવે સમસ્યા રોડના ખાડાં પૂરતી સીમિત નથી હવે વાત તમારા ઘરના બેઝમેન્ટ સુધી પહોંચી ગઈ છે. 

2 દિવસ પહેલા વરસાદે ઘા કર્યો, પણ તંત્ર હવે મલમ પટ્ટી પણ નથી કરી રહ્યું
આ વેદના લગભગ અનેક અમદાવાદીઓની છે. બધુ તહસ નહસ થઈ ગયું છે. જીવનદાયી કહેવાતા વરસાદે તો અનેક લોકોના જીવનનો આધાર જ છીનવી લીધો છે. .અમદાવાદને અષાઢની સાંજે આસમાની આફતે એવું ઘમરોળ્યું હતું કે દાયકા જૂના એક કહેરની યાદ આવી ગઈ. અમદાવાદમાં રવિવારની રાત્રે આભ ફાટ્યું હતું. જેનાથી થયેલી નુકસાનીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે.  બે દિવસ બાદ પણ હજુ અનેક ઠેકાણે  પાણી જેમના તેમ જ ભરેલા છે. પરંતુ જ્યાં જ્યા પાણી ઓસરવાનુ શરૂ થયું છે ત્યાંથી જાણે મહેનત પર પાણી ફરી વળ્યાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વેજલપુર વિસ્તારમાં  શાંતિ સદન કોમ્પલેક્ષમાં દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 

વેજલપુરમાં તબાહી જ તબાહી
વેજલપુરમાં ચાલુ વરસાદે રોડ બેસી ગયો હતો. જેને કારણે બેઝમેન્ટ તૂટી ગયું હતું. અને એ કાટમાળે અનેક દુકાનોમાં લાખોનો સામાન બરબાદ કરી નાખ્યો હતો. એટલું જ નહીં વરસાદી પાણી ઉતર્યા બાદ કાટમાળ કાઢવા તંત્રએ કોઈ મદદ ન કરતાં અસરગ્રસ્ત વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વરસાદે સર્જેલી તારાજી અમદાવાદના માત્ર કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી રહી.  આ જુઓ 48 કલાક વીતવા બાદ પણ ધરણીધરના ટેમ્પલ એવન્યુના બેઝમેન્ટમાંથી વરસાદી પાણી હજુ નથી ઓસર્યા નથી. હા.  લોકોને એમ હતું કે, આવી પડેલી આફતમાંથી ઊગારવા પ્રજાના સવકો આવશે. પરંતુ કોઈ ફરક્યું નથી. અને અહીં જતના બેઝમેન્ટમાંથી પાણી ક્યારે અને કેમ ઓસરે તેની ચિંતા કરતી બેઠી છે. તંત્રની રાહ જોઈને અંતે હારી થાકીને જનતાએ બેઝમેન્ટમાંથી જાતે પાણી ઊલેચવાનો પ્રયાસ કર્યો છે. આમ,આફત ટાણે અમદાવાદની જનતા જાણે જનસેવકોએ ચૂંટણી વખતે આપેલા વચનો થી છેતરાઈ હોવાનો ભાવ અનુભવી રહી છે.  

ધરણીધરમાં બેઝમેન્ટ રહેલી ગાડીઓને મોટું નુકસાન
ઠીક આવી જ આવી જ આફત  અમદાવાદના અનેક રહેણાંક વિસ્તારોના લોકોને હચમચાવી ગઈ.  ધરણીધર જેવા જ હવે આ દ્રશ્યો શહેરના આંબાવાડી વિસ્તારના છે અહીં પણ બેઝમેન્ટમાં મોંઘીદાટ  ગાડીઓ તરી રહી છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે, ત્રીજા ચોથા માળે રહેનારને ચોમાસામાં પાણીના ભરાવાની કોઈ ચિંતા નથી રહેતી પરંતુ આ વરસાદે તેમનામાં નવી ચિંતા જન્માવી છે. કેમ કે,  તેમના ફ્લેટ જેટલી જ કિંમતી ગાડીઓ બેઝમેન્ટમાં રાખવી પડતી હોય છે અને તે આ રીતે પણ ભોગ બની શકે છે. આ સમસ્યાએ શહેરીકરણ અને વ્યવસ્થાઓ પર નવી ચિંતા ઊભી કરી છે. 

વરસાદને કારણે સરદાર પટેલ રીંગ રોડ ધોવાયો
ભારે વરસાદે માત્ર શહેરોની સોસાયટીઓમાં જ તંત્રની વ્યવસ્થાઓની પોલ ખોલી નાખી એવું નથી.  શહેરની બહાર જુદા જુદા હાઈવે વિસ્તારો પર પણ મેઘાએ મેગા સિટીના કર્તા હર્તાઓના દાવાઓની ફજેતી કરી નાખી હતી.  આ દ્રશ્ય શાહીબાગનું છે જ્યાં માત્ર એક જ ભારે વરસાદમાં ભૂવો પડી ગયો અને એ ભૂવમાં કાર ખાબકી હતી આ એવું દ્રશ્ય હતું જે ગુજરાતના વિકાસના દાવા સામે પ્રશ્નાર્થ ખડો કરતું હતું.  તો બીજી તરફ AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ રીંગ રોડ પર ખૂલી પડી હતી.  રીંગ રોડ પર પડ્યા મોટા ગાબડાં પડતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. 
 

AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
આમ, કોઈ દેશી કે વિદેશી નેતાના આગમન વખતે આ મેગાસિટીની સડકો વિદેશી સડકો જેવી બનાવી દેવાય છે અને અમદાવાદ શાંઘાઈ બની રહ્યું છે તેવું દર્શાવવા દરેક આંખમાં ભૂરકી છંટાય છે. પરંતુ ચોમાસાના પાણી આપણને એ ભાન કરાવી રહ્યા છે કે, આપણે વિકાસની ઈમારતોમાં બેસીને જે અમદાવાદને જોઈ રહ્યા છીએ તેના પાયાને સામાન્ય વરસાદ પણ હચમચાવી નાખે તેમ છે.  આવી વ્યવસ્થા માટે જવાબદાર કોણ છે? તે સવાલનો જવાબ  શોધવાની આ મોટી તક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ