બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ahmed Patel's son's tweet heated up politics amid talk of alliance with Congress

રાજનીતિ / 'જો AAPને ભરૂચની સીટ અપાઇ તો...', કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે અહેમદ પટેલના પુત્રના ટ્વિટથી રાજકારણ ગરમાયું

Priyakant

Last Updated: 10:14 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન, જો આ સીટ AAPને આપવામાં આવશે તો તેઓ ગઠબંધનને સમર્થન નહીં આપે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા હવે ગુજરાતની ભરૂચ સીટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતના INDIA ગઠબંધનમાં પણ સામાન્ય ચૂંટણીને લઈને જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. અહીં ભરૂચ લોકસભા બેઠક પર સમસ્યા છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન આવ્યું છે. ફૈઝલે ભરુચ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો આગ્રહ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, જો આ સીટ AAPને આપવામાં આવશે તો તેઓ ગઠબંધનને સમર્થન નહીં આપે.

શું કહ્યું ફૈઝલ ​​અહેમદ પટેલે ? 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ અને INDIA ગઠબંધનને જ તેનો ફાયદો થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર છે. 2022માં AAPનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે, ભરૂચ બેઠક કોંગ્રેસને જવી જોઈએ. અન્યથા હું આ INDIA ગઠબંધનને સમર્થન આપીશ નહીં.

આમ આદમી પાર્ટીએ ભરૂચમાં જાહેર કર્યા છે ઉમેદવાર 
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરની લડાઈ તેજ બની છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. AAPએ પક્ષના ધારાસભ્ય ચૈત્રા વસાવાને આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે સ્થાનિક કોંગ્રેસ નેતા આ પ્રસ્તાવને સ્વીકારતા નથી. 

વધુ વાંચો: રાહુલ ગાંધીનો એક ફોન અને મહારાષ્ટ્રમાં ગૂંચનો ઉકેલ આવ્યો, ટૂંક સમયમાં જ થશે સીટ શેરિંગનું એલાન

તો શું મુમતાઝ પટેલ ભાજપમાં જોડાશે ? 
આ તરફ ભરૂચ બેઠકના રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે અહેમદ પટેલના પરિવારને ઓફર કરી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું માનું છું કે, ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. હવે જ્યારે તેઓ નથી રહ્યા તેમની પુત્રીએ કોંગ્રેસને પ્રોજેક્ટ કરવો જોઈએ. પરંતુ કોંગ્રેસ નિશાન ચૂકી ગઈ છે. જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારા સાથે આવવા માંગે છે તો અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીશું. હાલમાં ભરૂચ બેઠક પર ભાજપે વિરોધ પક્ષોના નેતાઓ માટે મંત્રણાના દરવાજા ખોલી દીધા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ