બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahir leaders reached Sonaldham Madha, message to Girish from Madha Dham
Dinesh
Last Updated: 11:14 PM, 17 February 2024
ADVERTISEMENT
એક વ્યક્તિ ભૂલ કરે અને આખો સમાજ શર્મિંદગી અનુભવે તેવું કામ આહીર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે કર્યું છે. જેણે ચારણ સમાજ પર અને કુળદેવી પર અભદ્ર ટિપ્પણી કરી છે. એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે, ચારણ સમાજમાં રોષ ફેલાયો છે. અને ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી છે. ત્યારે આ વિવાદને લઈ સોનલધામ મઢડા આહીર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે.
ADVERTISEMENT
આહીર અગ્રણીઓ ગિરીશ આપાને મળ્યા
અત્રે જણાવીએ કે, ગીગા ભમ્મરના વાયરલ વીડિયોને લઈ અગ્રણીઓ ગિરીશ આપાને મળ્યા હતા. વિક્રમ માડમ, હિરા જોટવા સહિતના અગ્રણીઓ મઢડા પહોંચ્યા હતાં. બન્ને સમાજને શાંતિ જાળવવા અને વિવાદથી દૂર રહેવા અપીલ કરી છે.
આહીર અગ્રણી હિરાભાઈ જોટવાએ શું કહ્યું ?
હિરાભાઈ જોટવાએ કહ્યું કે, આહીર અને ચારણનો વિશેષ સંબંધ રહેલો છે. અમારા ઈતિહાસોને ઉજળા કરનારા પ્રત્યે અમને ખૂબ જ લાગણી અને પ્રેમ છે. તેમણે કહ્યું કે, અમારો સંબંધ ગઈકાલે પણ અંકબંધ હતો આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે એવી માતાજીને પ્રાર્થના છે. તેમણે કહ્યું કે, જે નિવેદન સામે આવ્યું હતું તે ગેર સમજના કારણે અગંત નિવેદન હોઈ શકે જે નિવેદન સાથે સમાજને કંઈ પણ લેવા દેવા નથી. તેમને પણ ભગવાન સદ્હ બુદ્ધિ આપે કે, આવા નિવેદન ન આપે અને સારા કાર્યો કરે. વધુમાં કહ્યું કે, આહીર સમાજ દિલગીર છે
વિક્રમ માંડમે શું કહ્યું ?
વિક્રમ માંડમે કહ્યું કે, કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ શબ્દ બોલે તેના હિસાબે બંન્ને સમાજ વચ્ચે ક્યાંક મન દુખ થાય અને તે મન દુખ ન થાય. વધુમાં કહ્યું કે, આજે પણ અમે ગઢવી સમાજને પવિત્ર માનીએ છીએ અને એટલો અમારો આદર છે. માં સોનલ પ્રત્ય પણ એટલો જ આદર છે. આદીકાળથી જે સંબંધો છે તે રીતે જ રહીએ અને સંબંધો નીભાવીએ. આ સંબંધો એટલા નબળા પણ નથી કે, એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો તૂટી જાય. અમે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે, ગઢવી સમાજ આદરણીય છે અને આદરણીય હતો, રહેશે.
વાંચવા જેવું: ગીગા ભમ્મરના વાણીવિલાસ સામે લડી લેવાના મૂડમાં ગઢવી-ચારણ સમાજ, ગામે-ગામ અપાયા આવેદનપત્ર
ગિરીશ આપા શું કહ્યું ?
ગિરીશ આપાએ કહ્યું કે, આ ફક્ત વ્યક્તિગત નિવેદન છે માટે આપણે એ રીતે ટેકલ કરીએ. આપણા ભાઈ ચારામાં કે, કોઈ સંબંધોમાં ખામી ન આવે તે રીતે રહીએ. આપણાં સંબંધો જોડાયેલા હતા અને રહે. ખાસ વાત એ છે કે, આપણે આને જુદી રીતે ન વિચારીએ. આપણે આપણા કામમાં આગળ વધીએ અને ન્યાય ઉપર વિશ્વાસ રાખીએ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT