બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After the resignation of Pradipsinh Vaghela, there is some happiness and some sadness in the BJP

સાહેબ વાત મળી છે / પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ભાજપમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ!, કેબિનેટ મંત્રીની સામે ભાજપના બે જુથ જબરા બાખડ્યા

Dinesh

Last Updated: 07:28 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saheb vaat mali : પ્રદિપસિંહએ રાજીનામું આપ્યા બાદ અનેક કાર્યકર્તાઓ એવા હતા કે, ટીમ પાટિલનો જાકારો મળ્યો હતો, તેમજ સરકાર કે સગઠનમાં સ્થાન સુધ્ધા મળ્યું નહોતું તેવા અનેક કાર્યકરો અચાનક ગેલમાં આવી ગયા હતાં.

  • પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામાની ચર્ચા
  • એક કાર્યક્રમમાં પૂર્વ બે મંત્રીઓની દમદાર એન્ટ્રી
  • શિસ્તબદ્ધ પાર્ટીના શિસ્ત સમિતિના વડાને આવકાર જ નહી !


કેબિનેટ મંત્રીની સામે ભાજપના બે જૂથ બાખડ્યા 
ગુજરાત ભાજપમાં જૂંથબંધી ચરમસિમાએ પહોંચ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જૂંથબંધીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ભાજપમાં જિલ્લા કક્ષાએ ચાલી રહેલો વિવાદ કેબિનેટ મંત્રીની સામે પણ પોહોંચ્યો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના બે જૂથો કેબિનેટ મંત્રીના કાર્યાલયમાં ઝગડી પડ્યા હતા. જિલ્લામાં પક્ષના મુદ્દાઓ પર રજૂઆત કરવા એક જ સમયે બે જૂથ આવી જતા બન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે ઉત્તર ગુજરાતના જ એક સિનિયર નેતાએ દરમિયાનગીરી કરતા બન્ને જૂથ શાંત થયા હતા. કહેવાઈ રહ્યું છે કે, ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈ વિવાદ થયો હતો જે બાબતે જ બન્ને જૂથો મંત્રી સામે જ બાખડી પડ્યા હતા.

સપ્તાહ પહેલા પીએમ મોદી સાથે બેઠકમાં પ્રદિપસિંહ ઉપસ્થિત હતા?
ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર પ્રદિપસિંહ વાઘેલાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યાની વાત છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રદિપસિંહ વાઘેલાએ એક સપ્તાહ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. એક સપ્તાહ પહેલા રાજીનામાની વાતને કોઈ સીધું સમર્થન પ્રદેશમાંથી આપી રહ્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, એક સપ્તાહ પહેલા જ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. PMના રાજભવનના રોકાણ દરમિયાન પ્રદિપસિંહ વાઘેલા સાથે તેમની મુલાકાત થઈ હતી જે ખૂબ સૂચક હતી અને ત્યારબાદ પ્રદિપસિંહ વાઘેલાએ પ્રદેશ મહામંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. પીએમ મોદી સાથે પ્રદિપસિંહ વાઘેલાની મુલાકાત તથા તેના કારણો બાબતે ખુલીને બોલવા કોઈ તૈયાર નથી. પરંતુ મુલાકાત બાબતે ગાંધીનગરમાં ચર્ચાઓ સચિવાલય સુધી થઈ રહી છે.

પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ભાજપમાં ક્યાંય ખુશી ક્યાંય ગમ!
પ્રદેશ ભાજપમાં ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક મહામંત્રી એટલે કે જેમના શીરે કાર્યાલય અને મહામંત્રીની જવાબદાર એવા પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું લેવાઈ ગયું છે. પ્રદિપસિંહએ રાજીનામું આપ્યા બાદ અનેક કાર્યકર્તાઓ એવા હતા કે, ટીમ પાટિલનો જાકારો મળ્યો હતો. તેમજ સરકાર કે સગઠનમાં સ્થાન સુધ્ધા મળ્યું નહોતું તેવા અનેક કાર્યકરોમાં હવે કમલમ દેખા દેતા નહોતા તે અચાનક ગેલમાં આવી ગયા હતાં. કેટલાક નેતાઓ પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ જાણે ઈડરિયો ગઢ જીત્યા હોય તેવી ખુશી અનુભવતા મિત્રો સાથે ભોજન અને મળવાનું પણ આમંત્રણ એક બીજાને પાઠવીને આ ખુશીની પળને યાદગાર બનવાનો અવસર ગણ્યો છે. જ્યારે પ્રદીપસિંહ વાઘેલાએ ટીમ પાટિલના પ્રત્યેક જિલ્લા, તાલુકા તેમજ મુખ્ય સંગઠનમાં કે મોરચાના સારા હોદ્દામાં પર તેમના મિત્રો કે મનીતાને હોદ્દા મળ્યા હતા. હવે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ કોઈ નેતા ખૂણામાં રડતા તો ક્યાંય ગમગીન માહોલ છવાઇ ગયો હતો. ગમગીન બનેલા નેતા હવે તેમનું શું થશે તે ચિંતામાં સરી પડ્યા હતા.

ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી પરતું શિસ્ત વડાને આવકાર નહિ !
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનો કાર્યક્રમ અમદાવાદના અસારવા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં અમદાવાદના અને રાજ્યના 23 સ્ટેશનો સમાવવાનો કાર્યક્રમ હતો. જેમાં ભાજપના નેતાઑ અને કાર્યકર્તાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણને માન આપી પૂર્વ મંત્રી અને ભાજપના શિસ્ત સમિતિના વડા વલ્લભ પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જો કે, કાર્યક્રમમાં આવ્યા પરંતુ કોઈએ આવકારના આપતા પ્રજા વચ્ચે બેસવાનો વારો આવ્યો હતો. પ્રજા વચ્ચે બેઠેલા જોઈ કાર્યકર્તામાં ગણગણા થયો કે સમિતિના વડાને કોઈ આવકારતું નથી. ક્યારેક આપની કોઈ પક્ષમાં ફરિયાદ આવશે તો આપણે હેરાન ન થાઈએએ તે બીકે કેટલાક કોર્પોરેટરો આગળ આવ્યા હતા. ખુદ શિસ્ત સમિતિના વડાને આવકાર આપીને આગળ બેસાડીને સનમાન આપ્યું હતું.

પૂર્વ બે મંત્રીઓનું શકિત પ્રદર્શન સાથે જાણે ટાઈગર જિંદા હે નો સંદેશ
અસારવા વિધાનસભામાં અમૃત ભારત હેઠળ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના તમામ ધારાસભ્યો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તમામ ધારાસભ્યો સ્પીચ આપી હતી. મુખ્યમંત્રીની સ્પીચ પૂર્ણ થયાને તુરત બે પૂર્વ મંત્રીઓ એન્ટ્રી મારી હતી. તેમના આવતાની સાથે સ્થાનિક કોર્પોરેટર, ભાજપના કેટલાક કાર્યકરો ભારત માતા કી જય જેવા નારા લગાવતાની સાથે આસપાસ થઈને એમને સ્ટેજ નીચે જ્યાં ભાજપના કોર્પોટેર અને નેતાઓ માટે બેઠક વ્યવસ્થા હતી ત્યાં લઈ ગયા હતાં. આ ઘટના અંગે સ્ટેજ પર બેઠેલા ધારાસભ્યો તેમજ મંત્રીગણ પણ સ્તબ્ધ થઈ ગયા હતાં. તો સ્ટેજ પરના કેટલાક પણ આ પ્રકારના પૂર્વ બે મંત્રીઓ એન્ટ્રી જોઈને ડઘાઈ ગયા હોય તેવું વાતાવરણ થોડી ક્ષણ માટે થઈ ગયું હતું. આ બંને પૂર્વ મંત્રીઓ સરકાર અને સંગઠન સાથે મહત્વના હોદા પર રહ્યા છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં તક મળી નથી.

પ્રતિકાત્મક તસવીર

સિનિયર આઈપીએસ અધિકારી સરનામું ભૂલ્યા
ગાંધીનગરમાં અનેક વિભાગો કાર્યરત છે જેમાં સિનિયર અધિકારીઓ કર્મચારીઓ કામ માટે આવતા હોય છે. જિલ્લા કક્ષાએ સેન્ટરો પરથી સિનિયર અધિકારીઓ તેમના વિભાગીય કચેરી તથા મંત્રીને મળવા આવતા હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગર સ્વર્ણિંમ સંકુલમાં બની હતી. જેમાં સિનિયર આઈપીએસ અધિકારી ગૃહરાજ્ય મંત્રીના કાર્યાલયને શોધતા હતા. સિનિયર આઈપીએસ અધિકારી સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પોહોંચી ગૃહરાજ્ય મંત્રીના કાર્યાલયને શોધતા હતા. જોકે ટેલિફોન પર પૂછપરછ કરતા તેમને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેઓ સ્વર્ણિમ સંકુલ 1 પરથી સ્વર્ણિમ સંકુલ 2 પર પેહોંચ્યા હતા. જોકે જાણવા પ્રમાણે તેઓ વિભાગની કેટલીક બાબતોને લઈ બેઠકમાં ભાગ લેવા પોહોંચ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ