બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After the new teaser of 'Dream Girl 2', Ekta Kapoor and Karan Johar came face-to-face! Said - meet Rocky and Rani at the theatre

મનોરંજન / 'ડ્રીમ ગર્લ 2' ના નવા ટીઝર પછી એકતા કપૂર અને કરણ જોહર આવ્યા આમને-સામને! કહ્યું - રોકી અને રાની સાથે થિયેટરમાં મળીએ

Megha

Last Updated: 04:46 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતા કપૂર અને કરણ જોહર સોશિયલ મીડિયા પર એકબીજાની આગામી થિયેટર રિલીઝ 'ડ્રીમ ગર્લ 2' અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

  • ફિલ્મ ડ્રીમ ગર્લ-2માં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે મેઇન રોલમાં જોવા મળશે
  • હાલ પૂજા અને રોકી બનેલા રણવીર સિંહ વચ્ચેની રમૂજી વાતચીત થઈ હતી 
  • એકતા કપૂર અને કરણ જોહરે તેની ફિલ્મો માટે એકબીજાની પ્રશંસા કરી 

આ વર્ષની મચ અવેઇટેડ ફિલ્મ ડ્રીમ ગર્લ-2ની રિલિઝને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત થઈ ગયા છે. જણાવી દઈએ કે ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે મેઇન રોલમાં જોવા મળશે. ફિલ્મના વોઈસઓવર ટીઝર્સ પહેલાથી જ પૂજાની લોકપ્રિયતામાં વધારો કરી ચૂક્યા છે. નોંધનીય છે કે એ ટીઝરમાં પૂજા બોલીવુડના ઘણા સુપરસ્ટાર્સ સાથે વાતચીત કરતી જોવા મળી હતી.

એવામાં તાજેતરના ટીઝરમાં, પૂજા અને રોકી બનેલા રણવીર સિંહ વચ્ચેની રમૂજી વાતચીતે ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું. ડ્રીમ ગર્લ 2 ના આ અનોખુ પ્રમોશન દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને નેટીઝન્સ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે. એવામાં હાલ બે મોટા નિર્માતાઓ, એકતા કપૂર અને કરણ જોહર પણ આમાં જોડાઈ ગયા છે અને તેઓ એકબીજાની આગામી થિયેટર રિલીઝ 'ડ્રીમ ગર્લ 2' અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. 

બંન્ને વચ્ચે મજાક મસ્તી ત્યારે શરૂ થઈ જ્યારે કરણ જોહરે ડ્રીમ ગર્લ 2 નું નવું ટીઝર તેના સોશિયલ મીડિયા પર કેપ્શન સાથે અપલોડ કર્યું જેમાં લખ્યું હતું કે, "બીજા યુનિવર્સમાં એક પ્રેમ કહાની થિયેટરોમાં મળીએ પૂજા!!!" વાતચીત ચાલુ રાખતા, કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કેપ્શન આપ્યું, " વેઇટ, રાની તમારી સાથે વાત કરવા માંગે છે! પૂજા.' 

જેના પર પ્રતિક્રિયા આપતા એકતા કપૂરે કરણ જોહરને રણવીર સિંહ સ્ટારર ફિલ્મની આગામી રિલીઝ માટે અભિનંદન આપ્યા અને લખ્યું, 'પૂજાના રોકી અને મારા કરણને બ્લોકબસ્ટર #rockyranikipremkahani માટે શુભેચ્છાઓ' આ પછી આ વાતનો અંત લાવતા કરણ જોહરે એકતા આર કપૂરને સુંદર જવાબ લખ્યો, 'એકતુ તુમ ડ્રીમ ગર્લ હો'.

જણાવી દઈએ કે ડ્રીમ ગર્લ 2 એકતા આર કપૂર દ્વારા તેના પ્રોડક્શન હાઉસ બાલાજી મોશન પિક્ચર્સ હેઠળ બનાવવામાં આવી છે અને તેમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે, અભિષેક બેનર્જી, મનજોત સિંહ, પરેશ રાવલ અને અન્નુ કપૂર જેવા કલાકારો છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2023 ના રોજ રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ