બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / After Chandrayaan 3, now Chandrayaan 4: Will India start the mission with Japan? Know when will be launched

BIG NEWS / ચંદ્રયાન 3 બાદ હવે ચંદ્રયાન 4 : જાપાનની સાથે મળીને મિશન શરૂ કરશે ભારત? જાણો ક્યારે થશે લોન્ચ

Megha

Last Updated: 11:20 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan- 4: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)એ મળીને 'Lupex' લોન્ચ કરવા માટે સાથે આવ્યા છે જેને ચંદ્રયાન-4 પણ કહેવામાં આવશે.

  • ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું
  • ભારત અને જાપાન  'Lupex' લોન્ચ કરવા માટે સાથે આવ્યા
  • જેને ચંદ્રયાન-4 પણ કહેવામાં આવશે

Chandrayaan- 4: ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું અને એ સાથે જ ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.  ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની વાર્તા હવે ઇતિહાસમાં નોંધાઈ ગઇ છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે બધાની નજર આગામી તબક્કા એટલે કે ચંદ્રયાન-4 પર છે. આ વાત પર એક અહેવાલ સામે આવ્યો છે એ મુજબ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)એ મળીને 'Lupex' લોન્ચ કરવા માટે સાથે આવ્યા છે જેને ચંદ્રયાન-4 પણ કહેવામાં આવશે. LUPEX ચંદ્રના સૌથી રસપ્રદ પ્રશ્નો શોધવા માટે કામ કરશે. ચંદ્રયાન-4ના લોન્ચિંગનું આગામી લક્ષ્ય ચંદ્ર પર પાણીની શોધ કરવાનું છે.

કયા પ્રશ્નોના જવાબો મળશે?
દાવો છે કે ચંદ્ર પર પાણીની હાજરી શક્ય છે એવામાં જાપાન અને ભારતનું મિશન લ્યુપેક્સ આ પ્રશ્નોના નક્કર જવાબો શોધવા માટે કામ કરશે.LUPEX નો પ્રાથમિક ઉદ્દેશ્ય પાણીની હાજરી અને ચંદ્રના ધ્રુવીય પ્રદેશોની તપાસ કરવાનો છે. મિશનનો ઉદ્દેશ બે મૂળભૂત રીતે પૂર્ણ કરવાનો છે. પ્રથમ ચંદ્ર પર જળ સંસાધનોની માત્રા અને બીજી ગુણવત્તા નક્કી કરવી.

ક્યારે લોન્ચ થશે LUPEX?
LUPEX દ્વારા ચંદ્રને લગતા રસપ્રદ પ્રશ્નોના જવાબ આપવા માટે ભારત-જાપાન સંયુક્ત રીતે સાથે આવી રહ્યા છે. અહેવાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિશન 2026 સુધીમાં લોન્ચ થઈ શકે છે.

ચંદ્ર પર ભારતની હેટ્રિક સફળ 
ઈસરોએ અત્યાર સુધીમાં ચંદ્ર પર ત્રણ મિશન મોકલ્યા છે. ચંદ્રયાન-1 વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં માત્ર ઓર્બિટર હતું. તેણે 312 દિવસ સુધી ચંદ્રની પરિક્રમા કરી. આ વિશ્વનું પ્રથમ ચંદ્ર મિશન હતું, જેણે ચંદ્ર પર પાણીની હાજરી શોધી કાઢી હતી. આ પછી વર્ષ 2019માં ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વખતે ઈસરોએ ઓર્બિટરની સાથે લેન્ડર અને રોવર મોકલ્યા. તેનો હેતુ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવાનો હતો પરંતુ લેન્ડિંગની થોડીક સેકન્ડ પહેલા સંપર્ક તૂટી ગયો હતો અને હાર્ડ લેન્ડિંગ થયું હતું. આ મિશનને ન તો સંપૂર્ણ નિષ્ફળતા કહી શકાય કે ન તો પાસ. કારણ કે ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું હતું. 

ત્યારબાદ 14 જુલાઈ 2023ના રોજ ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 રવાના થયું. આમાં, ઓર્બિટરને બદલે પ્રોપલ્શન મોડ્યુલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. લેન્ડર અને રોવર પણ સાથે છે. લોન્ચિંગના 40 દિવસ પછી 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. 

આ ત્રણેય મિશનનો ખર્ચ ઘણો ઓછો હતો. ચંદ્રયાન-3ની કિંમત 615 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે રશિયાએ લુના-25 માટે 1,600 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો જે થોડા દિવસો પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જતા ક્રેશ થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ