બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Administrators of Gurukul Vidyalaya in Vadodara issued a controversial notice regarding school fees

ફીનું દબાણ / વડોદરાની ગુરુકુળ વિદ્યાલયનો ફતવો, ફી ભરો નહિતર બેગ જમાં જશે, વિદ્યાર્થીએ કહ્યું પિતાએ વ્યાજવા લાવી ફી ભરી

Vishnu

Last Updated: 04:35 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાકી ફીવાળા તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ જમા લેવાશે, વડોદરામાં ગુરુકુળ વિદ્યાલયના સંચાલકોએ વિવાદિત નોટિસ જારી કરી

  • વડોદરામાં શાળા સંચાલકોની દાદાગીરી
  • ફી નહીં ભરાય તો વિદ્યાર્થીઓની બેગ જમા લેવાશે
  • ફી ભર્યા બાદ સ્કૂલ બેગ પરત મળશે

એક તરફ વાલીઓ મોંઘવારીમાં પણ પોતાના બાળકને ભણાવવા પેટે પાટા બાંધીને ખાનગી સારી શાળાઑમાં એડમિશન કરાવી રહ્યા છે. પણ ન જાણે કેમ ખાનગી શાળા સંચાલકોને છૂટોદોર મળી ગયો છે. ફીની ઉઘરાણી કરવા માટે નત નવા ગતકડા લાવી આડકતરી રીતે પ્રેશર બનાવી વાલીઓ પાસેથી ફી કઢાવવા કારસા રચી રહ્યા છે. કોરોના કાળ બાદ વાલીઓની પણ આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે જેની તકલીફને જોયા વિના શાળા સંચાલકો ફી નિયમિત આવી જાય તે માટે કોઈ ફોન કરી સતત ટૉર્ચર કરી રહ્યા છે તો કોઈ વડોદરાની ગુરુકુળ વિદ્યાલયની જેમ બેગ જમાં કરવાની નોટિસ ઈશ્યૂ કરી રહ્યા છે.

ફી ભરો નહિતર બેગ જમાં થશે..!

વડોદરામાં ફરી શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. ગુરુકુળ વિદ્યાલયના સંચાલકોએ વિવાદિત નોટિસ જારી કરી છે. જેમાંઅ  બાકી ફી વાળા તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ જમા લેવાશે તેવુ સૂચિત કરવામા આવ્યું છે. અને ફી ભર્યા બાદ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ પરત મળશે તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. 

વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી ફી ન ભરતા હોવાનો શાળા સંચાલકોનો દાવો

ધો-1થી 12ના વિદ્યાર્થીઓના વાલીઓને ઉપરોક્ત મેસેજ કરવામા આવ્યો છે.નવા સત્રમાં 276 વિદ્યાર્થીના વાલીઓ વિવિધ કારણોસર ફી ભરી શક્યા નથી. સમગ્ર મામલે શાળા સંચાલકોની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓના દાવા મુજબ વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી ફી ન ભરી નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક પણ બેગ જમા લેવામાં આવી નથી. જૂની અથવા ચાલુ વર્ષની ફીનો પ્રથમ હપ્તો બાકી હશે તેમની બેગ જમા લેવાશે 

VTV ગુજરાતીના સળગતા સવાલ?

  • કોઇ શાળા વિદ્યાર્થીને કેવી રીતે ફી માટે દબાણ કરી શકે?
  • આ શાળાએ કોને પૂછીને આ તાલિબાની નિયમ બનાવ્યો?
  • શું હવે વિદ્યા લેવા માટે પણ શાળા પઠાણી ઉઘરાણી કરશે?
  • શું ગરીબ બાળકોને ભણવાનો અધિકાર નથી?
  • વાલી ફી ન ભરે તો તેના માટે વિદ્યાર્થીઓ કેવી રીતે જવાબદાર?
  • પોતાની ઇચ્છા મુજબ નિયમો બનાવનાર આ બેફામ શાળા પર DEO કોઇ કાર્યવાહી કરશે?

20 હજાર વ્યાજવા લાવી ફી ભરી: વિદ્યાર્થીની
એક વિદ્યાર્થીની સાથે VTVએ વાત પણ કરી હતી તેણે કહ્યું હતું કે મારા પિતા ધોબીનું કામ કરે છે. આર્થિક ભીંસને કારણે ફી ભરી શક્યા ન હતા પણ સતત ફીનું કહેવામાં આવતા અને છેલ્લે બેગ જમાં કરવાની નોટિસ આપતા મારા પિતાએ વ્યાજવા 20 હજાર લાવી ફી ભરી છે.

ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળામાં ફીને લઈ આપ્યો હતો મહત્વનો ચુકાદો

તો બીજી તરફ ખાનગી શાળાઓના શિક્ષણ ફી મુદે ગત 22 જુલાઇના રોજ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અવલોકન કરતાં જણાવ્યુ કે ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને વિધાર્થીઓની ફી વધારી શકે છે. પરંતુ કોઇ પણ ખાનગી શાળાના સંચાલકો આડેધડ અને મસમોટી ફી નહી વધારી શકે. શાળાની સુવિધાને અનુરૂપ સ્કૂલ ફીમાં આંશિક વધારો શાળા સંચાલકો કરી શકે છે તે અંગેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો જાહેર કર્યો હતો

સુવિધા બાબતે ફી વસુલી શકે છે: કોર્ટ

વધુમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ ચુકાદા મુજબ ખાનગી શાળાઓ નફાખોરી કરવા માટે નથી. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ખાનગી શાળાઓ નફાખોરી નહી કરી શકે. તેમ પણ હાઇકોર્ટે આદેશમાં ટકોર કરી છે. ખાનગી શાળા પ્રવેશ ,સત્ર, અને ટ્યુશન ફી વસુલી શકે છે અને ભવિષ્યના ડેવલપમેન્ટ માટેની કોસ્ટ માટે શાળા ફી વસુલી શકે છે. 

નોંધનીય છે કે ખાનગી શાળાઓની શિક્ષણ ફી મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. શાળાઓ બેફામ ફી વસુલતી હોવાના વાલીઓએ દાવા કર્યા હતા. વધુમાં સ્કૂલ શિક્ષણ સિવાયની ફી ના વસૂલી શકે તે અંગે વાલીઓ હાઇકોર્ટના શરણે ગયા હતા આ ત્યારે આ મામલે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે. જે ખાનગી શાળાઓ માટે રાહતરૂપ ચુકાદો ગણવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ