બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / aditya l1 solar mission completed third manoeuvre next process of isro sun mission

સોલર મિશન / ISROના સોલર મિશનને લઈને મોટા સમાચાર: આદિત્ય L1એ પૃથ્વીની ત્રીજી પ્રદક્ષિણા પૂર્ણ કરી, જાણો હવે શું છે આગામી પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 09:02 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોના સોલાર મિશન આદિત્ય L1એ પૃથ્વીની કક્ષાનું ત્રીજુ ચક્કર પૂર્ણ કરી લીધું છે. ઈસરોએ એક્સ હેન્ડલ પર આ બાબતે જાણકારી આપી છે. આદિત્ય L1એ ફરી એકવાર કક્ષા બદલવી પડશે.

  • આદિત્ય L1એ પૃથ્વીની કક્ષાનું ત્રીજુ ચક્કર પૂર્ણ કર્યું
  • ઈસરોએ એક્સ હેન્ડલ પર આ બાબતે જાણકારી આપી
  • રવિવારે 2:30 વાગ્યે ઓપરેશન પૂર્ણ થયું

ઈસરોના સોલાર મિશન આદિત્ય L1એ પૃથ્વીની કક્ષાનું ત્રીજુ ચક્કર પૂર્ણ કરી લીધું છે. ત્રીજુ ચક્કર પૂર્ણ કર્યા પછી આદિત્ય L1 296x 71,767 કિલોમીટરની અંડાકાર કક્ષામાં ચક્કર પૂર્ણ કરી રહ્યું છે. ઈસરોનું સોલર યાન પૃથ્વીથી સૌથી નજીક 296 કિલોમીટર અને સૌથી વધુ દૂર 71,767 કિલોમીટરના અંતરે છે. 

ઈસરોએ આજે એક્સ હેન્ડલ પર આ બાબતે જાણકારી આપી છે; ‘રવિવારે 2:30 વાગ્યે ઓપરેશન પૂર્ણ થયું. આ ઓપરેશન દરમિયાન મોરિશસ, બેંગ્લોર, SDSC- શાર (શ્રીહરિકોટા) અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહને ટ્રેક કર્યો.’

ઈસરો અનુસાર આદિત્ય L1ને 15 સપ્ટેમ્બરના રોજ સવારે 2 વાગ્યે ચોથી કક્ષામાં મોકલવામાં આવશે. ત્યારપછી આદિત્ય L1એ ફરી એકવાર કક્ષા બદલવી પડશે. ત્યારપછી ઉપગ્રહ ટ્રાંસ-લૈંગ્રેજિયન1 કક્ષામાં મોકલવામાં આવશે. આદિત્ય L1 18 સપ્ટેમ્બરના રોજ ધરતીના સ્ફેર ઓફ ઈન્ફ્લુઅન્સથી બહાર જતું રહેશે, જેને ધરતીનો એક્ઝિટ પોઈન્ટ કહેવામાં આવે છે, ત્યારપછી ધરતીના ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ જશે. 

સ્ફેયર ઓફ ઈન્ફ્લુઅન્સમાંથી બહાર નીકળ્યા પછી ક્રૂઝ ફેઝની શરૂઆત થશે. જ્યાંથી આદિત્ય L1 લૈંગ્રેજ પોઈન્ટ તરફ આગળ વધશે, ત્યારપછી આદિત્ય L1 ઓર્બિટ તરફ આગળ જશે. જ્યાં કેટલાક મૈન્યૂવર પછી ઉપગ્રહ L1ની કક્ષામાં એન્ટર થશે. 

આદિત્ય L1એ સેલ્ફી લીધી 
આદિત્ય L1એ એક સેલ્ફી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. જેમાં તેના પેલોડ્સ જોવા મળી રહ્યા હાત, ઉપરાંત એક ફોટોમાં ઉપગ્રહે પૃથ્વી અને ચંદ્ર સાથે એક ફોટો લીધો હતો. 

આદિત્ય L1 શા માટે મોકલવામાં આવ્યું?
સૂર્યના વાતાવરણમાંથી બહાર નીકળીને અંતરિક્ષમાં ફેલાતા કોરોનલ માસ ઈજેક્શન અને સૌર તોફાનોમાં અનેક પ્રકારના રેડિયોએક્ટિવ તત્વ હોય છે. જે પૃથ્વી માટે નુકસાનકારક છે. સૌર તોફાન અને કોરોનલ માસ ઈજેક્શનને કારણે પૃથ્વીની બહાર વાયુમંડળમાં ફરતી સેટેલાઈટમાં ખરાબી આવી શકે છે. 

કોરોનલ માસ ઈજેક્શન અને સૌર તોફાન ધરતીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે પૃથ્વી પર શોર્ટ વેબ કમ્યૂનિકેશન, મોબાઈલ સિગ્નલ, ઈલેક્ટ્રિક પાવર ગ્રિડ સિસ્ટમ સંપૂર્ણ પણ ઠપ્પ થવાની સંભાવના હોય છે. જેથી ઈસરો સૂર્ય વિશે જાણવા માંગે છે. આદિત્ય L1ની મદદથી પૃથ્વીને સૂર્યના પ્રકોપથી મદદ મળશે અને સૂર્ય તરફ આવતા સૌર તોફાન અથવા કોરોનલ માસ ઈજેક્શનની જાણકારી પણ મળતી રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ