બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / adipurush release box office record of dangal is the highest grossing

મનોરંજન / પ્રભાસની 'બાહુબલી' હોય કે શાહરૂખની 'પઠાન', અત્યાર સુધી કોઈ નથી તોડી શક્યું આમિરની કમાણીનો આ રેકોર્ડ

Arohi

Last Updated: 12:39 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Box Office Record: આમિર ખાનની ફિલ્મ 'દંગલ'એ કમાણીના મામલે એક એવો રેકોર્ડ સેટ કર્યો છે જેને અત્યાર સુધી કોઈ ફિલ્મ તોડી નથી શકી. અહીં સુધી કે પઠાન અને બાહુબલી પણ દંગલના આ રેકોર્ડને તોડી નથી શકી.

  • આમિરની ફિલ્મે બનાવ્યો છે મોટો રેકોર્ડ 
  • બાહુબલી અને પઠાણ પણ ન તોડી શક્યા આ રેકોર્ડ 
  • દંગલના આ રેકોર્ડને નથી તોડી શકી કોઈ ફિલ્મ 

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરૂષ' સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો ક્રેઝ ખૂબ જ બની રહ્યો છે. ફિલ્મની ખૂબ જ એડવાન્સ બુકિંગ થઈ રહી છે. ઘણી જગ્યાઓ પર ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પહેલા જ હાઉસફુલ થઈ ચુકી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Baahubali (@baahubalimovie)

એવામાં કહેવામાં આવી રહ્યું છે કે 'આદિપુરૂષ', 'પઠાન' અને 'બાહુબલી'નો રેકોર્ડ તોડી શકે છે. પરંતુ શું 'આદિપુરૂષ' આમિર ખાનની ફિલ્મ 'દંગલ'નું વર્લ્ડ વાઈડ કલેક્શનનો રેકોર્ડ તોડી શકશે? 

આમિર ખાનની ફિલ્મ 'પઠાન' અને બાહુબલી નથી તોડી શકી રેકોર્ડ 
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરી 2023એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ કમાણી કરી. ફિલ્મ ઘણા અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં ડબલ ડિજીટમાં કમાણી કરતી રહી અને બોલિવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pathaan (@pathaanthefilm)

જોકે 'પઠાન' આમિર ખાન સ્ટારર 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'નું વર્લ્ડ વાઈડ કલેક્શનનો રેકોર્ડ તોડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. ત્યાં જ ઈન્ડિયન સિનેમાના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય ફિલ્મ કહેવાતી 'બાહુબલી' અને 'બાહુબલી-2'એ દુનિયાભરમાં ખૂબ કમાણી કરી હતી પરંતુ આ ફિલ્મો એ પણ 'દંગલ'ના વર્લ્ડ વાઈડ કલેક્શનનો રેકોર્ડ ન તોડ્યો. દુનિયાભરમાં આ ફિલ્મોની કમાણીની વાત કરવામાં આવે તો 'દંગલ', 'પઠાન' અને 'બાહુબલી'થી ખૂબ આગળ છે. 

  • દંગલે 1968.03 કરોડનું કલેક્શન કર્યું હતુ. 
  • પઠાણે વર્લ્ડ વાઈડ 1,050.3 રૂપિયા કમાયા. 
  • બાહુબલીનું વર્લ્ડ વાઈડ કલેક્શન 1,788.06 કરોડ રહ્યું હતું. 
  • બાહુબલી 2એ દુનિયાભરમાં 1300 કરોડની કમાણી કહી હતી. 

શું 'દંગલ'નો રેકોર્ડ તોડી શકશે 'આદિપુરૂષ'? 
1900 કરોડથી વધારે કમાણી કરનાર 'દંગલ'એ વર્લ્ડ વાઈડ કલેક્શન કરી જે રેકોર્ડ સેટ કર્યો છે તેને પણ અત્યાર સુધી કોઈ ફિલ્મ તોડી નથી શકતી. 'દંગલ'એ ચીનમાં જ 1300 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યાં જ ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 388 કરોડની કમાણી કરી હતી. હવે જોવાનું રહ્યું છે પ્રભાસની 'આદિપુરૂષ' 'દંગલ'નો રેકોર્ડ તોડી શકે છે કે નહીં? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ