બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / adhik maas 2023 shukra budh rashi parivartan gochar rashifal horoscope

રાશિ પરિવર્તન / અધિક માસમાં બે ગ્રહો મચાવશે ઉથલપાથલ: એક બે નહીં તમામ રાશિના જાતકો પર થશે અસર, જુઓ મેષથી લઈને મીન સુધીની રાશિઓના હાલ

Manisha Jogi

Last Updated: 08:25 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધિકમાસમાં શુક્ર અને બુધ ચાલ બદલી રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે, તો કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.

  • હિંદુ ધર્મમાં અધિકમાસનું ખૂબ જ મહત્ત્વ
  • અધિકમાસમાં શુક્ર અને બુધ ચાલ બદલી રહ્યા છે
  • કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

હાલ અધિકમાસ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં અધિકમાસનું ખૂબ જ મહત્ત્વ છે. અધિકમાસમાં 4 ગ્રહ ચાલ બદલી રહ્યા છે, જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. અધિકમાસમાં શુક્ર અને બુધ ચાલ બદલી રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે, તો કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. કઈ રાશિના જાતકો પર શું અસર થશે, તે અંગે અહીંયા જણાવવામા આવ્યું છે. 

મેષ- મન પ્રફુલ્લિત રહેશે. આત્મવિશ્વાસ વધશે. કારોબારમાં સુધારો થશે. લાભના અવસર ઊભા થશે, નોકરીમાં વિદેશ યાત્રાનો યોગ બનશે. શાસન અને સત્તાનો સહયોગ મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું

વૃષભ- મનમાં ઉતાર ચઢાવ રહેશે. ધીરજ રાખવી. બિઝનેસમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે, વધુ પરિશ્રમ રહશે. કુટુંબમાં કોઈ વડીલ વ્યક્તિ પાસેથી ધન મળી શકે છે. 

 મિથુન- મન શાંત રહેશે, સંયમ જાળવવાની કોશિશ કરો. બિઝનેસમાં લાભની તક મળી શકે છે. 5 ડિસેમ્બર પછી માતા પાસેથા નાણાંકીય પ્રાપ્તિ થઈ શકે છે. 

કર્ક- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વધુ ઉત્સાહ જળવાઈ રહેશે. આત્મસંયત રહો. ગુસ્સો ના કરવો, પરિવારનો સાથ મળશે. પિતા પાસેથી આર્થિક સહયોગ મળી શકે છે. 

સિંહ- ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. લાગણીઓને કાબૂમાં રાખો. પિતાનું સાનિધ્ય મળશે. મનમાં ખોટા વિચાર ના લાવવા. મિત્રના સહયોગથી રોજગારીની તક મળશે. 

કન્યા- પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો. યાત્રાનો ખર્ચ વધશે. સંતાનના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. કારોબારમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. 

તુલા- વાણીમાં સૌમ્યતા જળવાઈ રહશે, ધીરજ નહીં રહે. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. વાહનના મેઈન્ટેનન્સની ખર્ચ વધી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું. 

વૃશ્વિક- મન પ્રફુલ્લિત રહેશે. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. મિત્રનો સહયોગ પ્રાપ્ત થશે. દોડાદોડી વધુ રહેશે. 

ધન- મન પરેશાન રહેશે. ધીરજનો અભાવ રહેશે. પરિવાર પર નકામો ગુસ્સો ના કરવો. સંતાનના આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. મિત્રોનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. 

મકર- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. માતા પિતાનો સહયોગ મળશે. જીવનસાથીના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. 

કુંભ- આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. વધુ ગુસ્સો ના કરવો. સંતાનના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. બિઝનેસમાં સુધારો થશે. આવક મેળવવાના સાધનમાં વૃદ્ધિ થઈ શકે છે. 

મીન- મન પ્રફુલ્લિત રહેશે, પરંતુ મનમાં નકારાત્મ વિચાર આવશે. જીવનસાથીના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. માતા પિતાનો સહયોગ મળશે. મિત્રોનો સહયોગ મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ