બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / addiction of smoking alchohol causes vision loss

હેલ્થ / હવે મોટી ઉંમર ગઈ ! સિગારેટ ફૂંકવાથી-દારુ પીવાથી પણ મોતિયાનો ખતરો, ખરાબ થશે આંખો

Arohi

Last Updated: 12:44 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smoking Alchohol Causes Vision Loss: ડોક્ટરે ખુલાસો કર્યો છે કે ધુમ્રપાનથી હાર્ટ, લિવર અને ફેફસા તો ખરાબ થાય જ છે સાથે જ આંખોની નસોમાં પણ બ્લોકેજ થાય છે. જેના પરિણામ રૂપે આંધળા પણ થઈ શકાય છે.

જો તમે ધૂમ્રપાનની સાથે સાથે દારૂ પીવાના પણ આદી છે તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. નહીં તો ભવિષ્યમાં મોટી સમસ્યા આવી શકે છે. એક્સપર્ટ્સ અનુસાર ધુમ્રપાનથી હાર્ટ, લીવર અને ફેફસા તો ખરાબ થાય જ છે પરંતુ હવે ડોક્ટરોએ ખુલાસો કર્યો છે કે તેની નકારાત્મક અસર તમારી દ્રષ્ટિ ક્ષમતા પર પણ પડે છે. વધારે ધુમ્રપાન કરવાથી અને વધારે દારૂ પીવાથી દ્રષ્ટિ ક્ષમતામાં કમી અને મોતિયો આવી શકે છે. 

આંખોને થાય છે નુકસાન 
ડોક્ટરે ખુલાસો કર્યો છે કે ધુમ્રપાનથી હાર્ટ, લિવર અને ફેફસા તો ખરાબ થાય જ છે સાથે જ આંખોની નસોમાં પણ બ્લોકેજ થાય છે. જેના પરિણામ રૂપે આંધળા પણ થઈ શકાય છે. તેમણે જણાવ્યું કે આંખો સહિત આખા શરીરમાં નસો ધુમ્રપાનના કારણે સંકોચાઈ જાય છે. આ સંકોચનથી મેક્યૂલર ડિઝનરેશન અને મોતિયા જેવી સ્થિતિઓ ઉભી થઈ શકે છે. સાથે જ નસોમાં બ્લોકેજ થઈ જવાના કારણે કાયમ માટે આંધણા પણ થઈ શકાય છે. 

વધુ વાંચો: કોબી કરશે કોલેસ્ટ્રોલનો ખાતમો, ભોજનમાં આ શાક ખાવાથી મટશે મોટી બીમારી

દારૂના સેવનથી પણ થાય છે નુકસાન 
એક્સપર્ટ્સ અનુસાર સતત દારૂના સેવનથી ઓપ્ટિક તંત્રિકામાં હ્રાસ થઈ શકે છે. જેના કારણે સ્થાપી આંશિક કે પૂર્ણ રીતે દ્રષ્ટિ પણ જઈ શકે છે. ઓપ્ટિક તંત્રિકાને આ નુકસાન આલ્કોહોલિક ઓપ્ટિક ન્યૂરોપેથી જેવી સ્થિતિનાં રૂપમાં પ્રકટ થઈ શકે છે. જે ઝાંખુ દેખાવવું, બ્લાઈડ સ્પોટ અથવા તો કલર વિઝનમાં હાની જેવા લક્ષણ પેદા કરી શકે છે. એટલે કે આંખોને સ્વસ્થ્ય રાખવા માટે ધુમ્રપાન અને દારૂ બન્નેનું સેવન ઓછુ અથવા તો ન કરવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ