બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Adani Group's shares surged after the Supreme Court's decision

બિઝનેસ / સુપ્રીમ કોર્ટનો રાહત ભર્યો ચુકાદો અદાણીનો ફળ્યો, જોત જોતાંમાં કરી નાખી 1,19,081 કરોડની કમાણી

Priyakant

Last Updated: 01:18 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adani Hindenburg Case Latest News: સુપ્રીમ કોર્ટના નિર્ણયની વચ્ચે અદાણી જૂથના શેરમાં જબરદસ્ત વધારો થયો હતો અને જૂથના માર્કેટ કેપમાં રૂ. 1.19 લાખ કરોડથી વધુનો વધારો થયો

  • સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ અદાણી ગ્રુપના શેરોમાં મોટો વધારો
  • સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, સેબીની તપાસ યોગ્ય દિશામાં 
  • દેશના ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ હતો અને હંમેશા રહેશે: ગૌતમ અદાણી 

Adani Hindenburg Case : અદાણી ગ્રુપ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ હવે અદાણી ગ્રુપના શેરોમાં મોટો વધારો થયો છે. અદાણી ગ્રુપ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે સેબીની તપાસ યોગ્ય દિશામાં છે. કોઈ પણ રીતે તેને આંગળી ચીંધવી કે પ્રશ્ન કરવો તે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે SIT તપાસની કોઈ જરૂર નથી. કોર્ટે સેબીને 24 માંથી 2 કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે.

કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ X પર પોતાનું નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે, દેશના વિકાસમાં તેમનો સહયોગ ચાલુ રહેશે. તેમને દેશના ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ હતો અને હંમેશા રહેશે. જોકે સુપ્રીમ કોર્ટના નિર્ણય દરમિયાન અદાણી જૂથના શેરમાં જબરદસ્ત વધારો થયો હતો અને જૂથના માર્કેટ કેપમાં રૂ. 1.19 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો અને જૂથનું કુલ માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને પાર કરી ગયું હતું.

શું કહ્યું ગૌતમ અદાણીએ ? 
X પર લખતાં ગૌતમ અદાણીએ તેમના નિવેદનમાં કહ્યું કે, 'માનનીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. જેઓ અમારી સાથે ઉભા રહ્યા તેમનો હું આભારી છું. દેશના વિકાસમાં તેમનો સહયોગ ચાલુ રહેશે. જય હિન્દ...'

વધુ વાંચો: અદાણી-હિડનબર્ગ કેસમાં સુપ્રીમ ચુકાદો: SEBIની તપાસ પર કોઈ શંકા નહીં, જાણો પોઈન્ટ ઓફ જજમેંટ

અગાઉ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 100 અબજ ડોલરથી વધુ ઘટ્યું હતું 
આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં તેણે અદાણી ગ્રૂપ પર વિશ્વની સૌથી મોટી એકાઉન્ટિંગ ફ્રોડ, શેર્સમાં હેરાફેરી અને અન્ય ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 100 અબજ ડોલરથી વધુ ઘટી ગયું હતું.

અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં કેટલો વધારો થયો?

  • હાલમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો છે અને કંપનીનો શેર 3047.15 રૂપિયા પર આવી ગયો છે. કંપનીના માર્કેટ કેપમાં આજે રૂ. 30,483.63 કરોડનો વધારો થયો છે.
  • અદાણી પોર્ટ અને સેઝના શેરમાં 2.40 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે કંપનીના શેર 1104.45 રૂપિયા પર આવી ગયા છે. જોકે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 14,138.11 કરોડનો વધારો થયો છે.
  • અદાણી પાવરના શેરમાં પણ 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે શેરની કિંમત 535 રૂપિયા પર આવી ગઈ છે. કંપનીના માર્કેટ કેપમાં રૂ. 9,989.47 કરોડનો વધારો થયો છે.
  • અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 9 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે શેરની કિંમત 1160.05 રૂપિયા પર આવી ગઈ છે. કંપનીના માર્કેટ કેપમાં રૂ. 21,099.54 કરોડનો વધારો થયો છે.
  • અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને કંપનીના શેર 1667.25 પર આવી ગયા છે. કંપનીની માર્કેટ કેપ વધીને 23,190.24 થઈ ગઈ છે.
  • અદાણી ટોટલ ગેસના શેરમાં 7.45 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને કંપનીનો શેર રૂ. 1075.15 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 10,999.07 કરોડનો વધારો થયો છે.
  • અદાણી વિલ્મરના શેરમાં 4.90 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને કંપનીના શેર રૂ. 384.45 પર ટ્રેડ થઈ રહ્યા છે. જોકે, ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 4,061.49 કરોડનો વધારો થયો છે.
  • NDTVના શેરમાં 5.83 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને કંપનીનો શેર રૂ. 287.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 199.53 કરોડનો વધારો થયો છે.
  • ACC લિમિટેડના શેરમાં 0.41 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને કંપનીનો શેર રૂ. 2277 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1,261.93 કરોડનો વધારો થયો છે.
  • અંબુજા સિમેન્ટના શેરમાં 1.73 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને કંપનીનો શેર રૂ. 539.80 પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 3,657.99 કરોડનો વધારો થયો છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ