બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Act of youth in Gonda, UP, teasing a teenager by pulling her out of an auto, video goes viral, horrible thing happened in Lalitpur

ક્રાઈમ / યુપીના ગોંડામાં યુવાનોનું કૃત્ય, કિશોરીને ઓટોમાંથી ખેંચીને કરી છેડતી, વીડિયો વાયરલ કર્યો, લલિતપુરમાં થયું ભયાનક

Hiralal

Last Updated: 10:18 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં હવે તો ખરેખર બદમાશો બેખૌફ બન્યા છે. લલિતપુર દુષ્કર્મ બાદ હવે ગોંડામાં કેટલાક યુવાનોએ કિશોરીને ઓટોમાંથી ખેંચીને છેડતી કરી હતી.

  • યુપીના ગોંડામાં ધોળા દિવસે અણછાજતી ઘટના 
  • કિશોરીને ઓટોમાંથી ખેંચી યુવાનોએ
  • પછી જાહેરમાં કરી છેડતી
  • ઘટનાનો વીડિયો પણ વાયરલ કરી નાખ્યો

યુપીના ગોંડામાં વધુ એક શરમજનક ઘટના છે. પોતાની કાકી સાથે સગાને મળવા જઈ રહેલી એક કિશોરીને કેટલાક યુવાનોએ રિક્ષામાંથી બહાર ખેંચી લીધી હતી અને તેને ઝાડીઓમાં લઈ ગયા હતા જ્યાં કિશોરીના કપડાં ફાડી નાખવામાં આવ્યાં અને તેની સતામણી કરવામાં આવી. ગોંડાના એએસપી શિવરાજે જણાવ્યું હતું કે, ચાર યુવકોએ પીડિતાની ઓટોરિક્ષાને અટકાવી હતી અને તેને ઝાડીઓ તરફ ખેંચીને લઈ ગયા હતા. તેણે તેના કપડાં ફાડી નાખ્યા અને તેના પર જાતીય હુમલો કર્યો. આ દરમિયાન એક યુવકે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી દીધો હતો. 

યુપીના લલિતપુરમાં રેપની ફરિયાદ કરવા ગયેલી પીડિતા પર પોલીસકર્મીએ કર્યો રેપ 
યુપીના લલિતપુરમાં તો જે બન્યું છે તે ખરેખર ધ્રુજાવી મૂકે તેવું છે. 13 વર્ષીય કિશોરી જ્યારે રેપની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે એચએચઓ તિલકધારી સરોજે તેની પર રેપ કર્યો હતો. કિશોરીનો આરોપ છે કે પહેલા તેની સાથે 4 લોકોએ રેપ કર્યો હતો. રેપની ફરિયાદ કરવા પોલિસ સ્ટેશન પહોંચી ત્યારે થાણેદાર થાણાની અંદર રેપ કર્યો હતો. પોલીસે આ ઘટનામાં થાણેદારની સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.  

દિલ્હીની સ્કૂલમાં ઘુસીને એક શખ્સે બે છોકરીના ઉતરાવ્યાં કપડાં 

દિલ્હી મહિલા આયોગે એવું જણાવ્યું છે ભજનપુરામાં દિલ્હી નગર નિગમની એક સ્કૂલમાં કોઈ અજાણ્યો શખ્સ ઘુસી આવ્યો હતો. સ્કૂલમાં ઘુસી આવેલા આ શખ્સે બે છોકરીઓના કપડાં ઉતારી નાખ્યાં હતા અને તેમનું જાતિય સતામણી કરી હતી. આ પછી પાગલ ગણાતા આ શખ્સે છોકરીઓની સામે પેશાબ કર્યો હતો. દિલ્હી મહિલા આયોગે 30 એપ્રિલના રોજ જારી કરેલી નોટિસમાં કહ્યું કે વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં ટીચરના આવવાની પ્રતિક્ષા કરી રહ્યાં હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સે ક્લાસમાં આવ્યો હતો. નોટીસમાં કહેવાયું કે કથિત રીતે તેણે એક બાળકીના કપડા ઉતારી નાખ્યાં અને તેણે અશ્લીલ શબ્દો કહ્યાં. ત્યાર બાદ તે શખ્સ બીજી છોકરી પાસે ગયો અને તેના પણ કપડા ઉતરાવી નાખ્યાં હતા. ત્યાર બાદ તેણે ક્લાસનો દરવાજો બંધ કરીને વિદ્યાર્થીઓની સામે પેશાબ કર્યો હતો. આ જોઈને વિદ્યાર્થીઓ છળી મર્યા હતા. વિદ્યાર્થીઓ સામે આવી અણછાજતી હરકત કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ