બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Accused who fled to Jaunpur after killing Babu and Bhola in Surat reveals about bloody battle

ડબલ મર્ડર કેસ / સુરતમાં બાબુ અને ભોલાની હત્યા બાદ જોનપુર ભાગી ગયેલા આરોપીએ લોહિયાળ જંગ વિશે કર્યા ખુલાસા

Mehul

Last Updated: 08:05 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીના મિત્રને ચાર મહિના પહેલાં તમાચો માર્યો હતો. તે અદાવતમાં બે હત્યા. પાંડેસરામાં ચકચારી ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીઓને પોલીસે તેમના વતન ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લીધા

  • સુરતના ડબલ મર્ડર કેસના  બે આરોપી ઝડપાયા 
  • ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લેવામાં આવ્યા 
  • ભાઇગીરીનો નશો ચડ્યો હોવાથી હત્યાની કબુલાત 


સુરતના પાંડેસરામાં ચકચારી ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીઓને પોલીસે તેમના વતન ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લીધા હતા. શુક્રવારે બંનેને સુરત લાવી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીઓના માથા ઉપર ભાઇગીરીનો નશો ચડ્યો હોય તેમ જેની હત્યા થઇ હતી તે પ્રવિણે આરોપીના મિત્રને ચાર મહિના પહેલાં તમાચો માર્યો હતો. તેની અદાવતમાં બે હત્યા કરી દેવાઈ હતી.

હત્યા બાદ ઉત્તરપ્રદેશ ભાગ્યા 

પાંડેસરા તેરે નામ રોડ ઉપર ગાયત્રી સોસાયટીમાં રહેતાં અને માથાભારે વ્યક્તિ તરીકે પંકાયેલો પ્રવિણ ઉર્ફે મારવાડી બાબુ સોલંકી અને ફાયનાન્સનો ધંધો કરતાં શિવશંકર ઉર્ફે ભોલા સુભાષચંદ્ર જયસ્વાલને જય જવાન કિશાન સોસાયટીમાં આવેલી એક ચાની કેન્ટીન ઉપર શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યે 22 વર્ષીય કિશનસિંહ મનોજસિંહ રાજપૂત અને તેના મિત્ર સચીન ઉર્ફે વિશાલ અમર બહાદુરસિંહએ ચપ્પા તથા કડછા વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ હત્યા બાદ બંને તેમના વતન ઉત્તર પ્રદેશ ભાગી છૂટ્યા હોવાની વિગતો વચ્ચે પોલીસે એક ટીમ ત્યાં રવાના કરી હતી. 

કેવી રીતે કરી હત્યા 

પાંડેસરા પોલીસે બંનેને ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લીધા હતા. જેમને આજે સુરત લાવવામાં આવ્યા હતા. આરોપી કિશનસિંહની કબુલાત પ્રમાણે ચાર મહિના પહેલાં તેના મિત્ર દીલીપનો ઝઘડો પ્રવિણના એક સાગરિત સાથે થયો હતો. તે વખતે પ્રવિણ ત્યાં આવ્યો હતો અને દીલીપને તમાચો માર્યો હતો. દીલીપે આ વાત કિશનસિંહને જણાવતાં તે પ્રવિણને ધમકી આપતો હતો. કમજોર માણસને શું કામ મારે છે તેમ કહી ફોન તથા આઇ.ડી. બનાવી પ્રવિણસિંહને ધમકી આપવાની સાથે તેની બહેનનાં ચારિત્ર્યને લઇને પણ બદનામ કરતો હતો. આ વાત પ્રવિણસિંહ અને તેના મિત્ર ભોલાને ખબર પડી જતાં તેમને વચ્ચે ઝઘડો થયા બાદ કિશનસિંહ હંમેશાં ચપ્પુ લઇને ફરતો હતો. જ્યાં પ્રવિણ અને ભોલાની હત્યા કરી હતી ત્યાં તેમની વર્ષોથી બેઠક હોવાની વાતથી પણ આરોપી વાકેફ હતો.

કેવી રીતે ભાગ્યા યૂપી 

બેઠકના સ્થાન  સહિતની જાણકારી રાખતા આરોપી હત્યા કર્યા બાદ  મિત્રને ત્યાં રાત રોકાયા બાદ એક મિત્ર તેમને સહરા દરવાજા સુધી બાઇક ઉપર મૂકી ગયો હતો. ત્યાંથી બંને કડોદરા અને ત્યાંથી કીમ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી સીધા જોનપુર જવાને બદલે પહેલાં હનુમના સ્ટેશન ઉતરી ગયા હતા. -જ્યાંથી ખાનગી વ્હીકલમાં મિર્ઝાપુર પહોંચ્યા હતા, મિર્ઝાપુરથી બીજાં વાહનમાં વારાણથી અને ત્યાંથી વધુ એક વાહન બદલ જોનપુર પહોંચ્યા હતા. અહીં પોતાના ઘરે જવાને બદલે મિત્રને ત્યાં રોકાયા હતા, હત્યા. કરાઇ હતી તે ચપ્પુ સચીન વિસ્તારમાં ફેંકી દીધાની કબુલાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ