બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / AAP's big promise on the biggest unresolved issue of the Patidar agitation

VIDEO / પાટીદાર આંદોલનના સૌથી મોટા વણઉકેલ્યા મુદ્દા પર AAPનું મોટું પ્રોમિસ, ઈસુદાન ગઢવીએ જુઓ શું કહ્યું

Malay

Last Updated: 03:12 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા મામલે મોટો વાયદો આપ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર બનતાની સાથે આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચાશે.

  • અલ્પેશ કથિરીયાની માંગને લઇ AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન 
  • ચૂંટણી આવે એટલે ભાજપ આપે છે લાલચઃ ઈસુદાન ગઢવી
  • ભાજપ પાટીદારોનો કરે છે દુરુપયોગઃ ગઢવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મોટું વચન આપ્યું છે. 

ભાજપે પાટીદાર યુવાનો પર ગુજાર્યા છે અત્યાચારઃ ઈસુદાન
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે ભાજપ પાટીદાર આગેવાનોને પાર્ટીમાં સમાવતી હોય છે. તમે જોયું હશે 2017માં કેટલા પાટીદાર નેતાઓને ભાજપે સમાવ્યા અને તેમની શું હાલત કરી. ત્યારે પાટીદાર વિરોધી ભાજપની છાપ પડી ગઈ છે, એ છાપ ન રહે અને થોડાઘણા મતો તેમને મળે એટલા માટે પાટીદાર યુવાનોનો ફરીથી દુરપયોગ કરવાનું ભાજપ વિચારી રહ્યું છે. ભાજપને અલ્પેશભાઈ બહુ સારી રીતે જાણે છે. ભાજપે અલ્પેશભાઈ સહિત તમામ પાટીદાર યુવાનો ઉપર અત્યાચાર ગુજાર્યા છે. તેમને વારંવાર જેલોમાં ધકેલ્યા છે. 13-13 યુવાનોને ગોળીએ ધરબી દીધા છે. તેમના માતા-પિતા આજે પણ રડી રહ્યા છે. તેમને શહીદનો દરજ્જો પણ નથી આપ્યો.

હવે એક પણ પાટીદાર યુવાન ભાજપની જાળમાં નહીં ફસાયઃ આપ નેતા
તેમણે જણાવ્યું કે, મારે તમામ પાટીદાર આગેવાન યુવાનોને કહેવાનું છે કે જિંદગીમાં મોકો વારંવાર નથી મળતો. આ હાર્દિક પટેલ ડરી ગયા અને ભાજપમાં જોડાઈ ગયા. પણ આજે હાર્દિક પટેલની શું હાલત છે. એમના પહેલા 2017માં ભાજપમાં જોડાયેલા પાટીદાર યુવાનોની શું હાલત છે. એટલે મને નથી લાગતું કે હવે એક પણ પાટીદાર યુવાન ભાજપની આ જાળમાં ફસાય. ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સુધારવા માટે છે. આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનો માટે, બેરોજગાર યુવાનો માટે, ગુજરાતના આશાસ્પદ યુવાનો માટે લડી રહી છે. આપ ખેડૂતો અને કર્મચારીઓ માટે લડી રહી છે. 

 

સરકાત બનતાની સાથે કેસો પરત ખેંચાશેઃ ઈસુદાન ગઢવી
પાટીદાર આંદોલન, ખેડૂત આંદોલન, માલધારી આંદોલન, આદિવાસી આંદોલન, એલઆરડી મહિલા-પુરુષ આંદોલન, કરણી સેનાના આંદોલન દરમિયાન જેટલા કેસો થયા છે, આ તમામ કેસો આમ આદમીની સરકાર બનતાની સાથે પરત ખેંચાશે. 

ભાજપમાં જોડાવા મુદ્દે અલ્પેશ કથીરિયાની સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયાના ભાજપમાં જોડવાની ચાલી રહેલી અટકળો વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, 'મારૂં ભાજપમાં જોડાવું તે માત્ર અફવા છે. ભાજપમાં જોડાવા અંગે PASSએ કોઇ નિર્ણય નથી લીધો. શહીદ પરિવારને નોકરી આપવી અમારી માંગ છે. કેસો પરત ખેંચાયા બાદ જે નિર્ણય લેવો હશે તે લઇશું. અત્યારે અમે કોઈ રાજકીય નિર્ણય લીધો નથી. શહીદ થયેલાના પરિવારજનોને નોકરી મળે અને પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવે એમ આ બંને મુદ્દાનો જો ઉકેલ આવે તો રાજકારણમાં જવા અંગે વિચારીશું. સતા, પક્ષ કે વિપક્ષ જે પણ આ બંને મુદ્દાનો હલ લાવશે તેમની સાથે જવા અંગે અમે વિચારીશું.' આમ, અલ્પેશ કથિરીયાએ વાયરલ મેસેજને અફવા ગણાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ