બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / AAP MLA Amanatullah Khan arrested by ED after questioning in money laundering case

દિલ્હી / હવે AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, દારુ કૌભાંડથી અલગ છે કેસ

Hiralal

Last Updated: 11:53 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડીએ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે.

દિલ્હી અને પંજાબની શાસક આમ આદમી પાર્ટીની માઠી દશા બેઠી છે. તેના એક પછી એક નેતા અને ધારાસભ્ય ઈડી અને સીબીઆઈની અડફેટે ચઢી રહ્યાં છે. ઈડીએ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે. ઈડીએ વકફ બોર્ડના કૌભાંડ કેસમાં અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી છે.  અમાનતુલ્લા ખાન પર વકફ બોર્ડમાં નિયુક્તીમાં ગોટાળા કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ  અમાનતુલ્લા ખાન ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ તેમની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી ત્યાર બાદ તેમની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ ઈડીએ ગુરૂવારે તેની ધરપકડ કરી હતી.

અમાનતુલ્લાહ પર શું આરોપ 
આરોપ છે કે અમાનતુલ્લાહ જ્યારે દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 32 લોકોની ગેરકાયદેસર નિમણૂક કરી હતી. ખાન પર વકફ બોર્ડની સંપત્તિ ગેરકાયદેસર ભાડે આપવાનો પણ આરોપ છે. આ સાથે અમાનતુલ્લાહ ખાનના ઘણા નજીકના મિત્રો પણ આમાં સામેલ હોવાનો આરોપ છે. આ દરમિયાન તેના કેટલાક નજીકના મિત્રોના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.

AAPના કેટલા નેતાઓ જેલમાં 
આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પહેલાથી જ જેલમાં છે. દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર પહેલાથી જ જેલમાં છે. સંજય સિંહ પણ જેલમાં હતા પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર છોડી દીધાં હતા. 

સંજયસિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યું 
દારુ કૌભાંડમાં તાજેતરમાં જેલમાંથી છૂટેલા AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય સિંહે 'એક્સ' પોસ્ટ કરીને લખ્યું, "મોદી સરકારે ઓપરેશન લોટસને સંપૂર્ણપણે સક્રિય કરી દીધું છે, મંત્રીઓ અને ધારાસભ્યોની નકલી કેસ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લાહ ખાન સામે પાયાવિહોણો કેસ કરીને ઈડી તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. સરમુખત્યારશાહી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ