બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:11 PM, 28 February 2024
એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને બુધવારે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે 28 ફેબ્રુઆરીએ પ્લેટફોર્મના આધાર સેટઅપના ટેક્નિકલ મેન્ટેન્સના કારણે આધાર ઓથેન્ટિકેશનનો યુઝ કરનાર બધી સર્વિસ કામ નહીં કરે. EPFOની ઘણી સર્વિસ માટે તમને આધાર ઓથેન્ટિકેશનની જરૂર પડે છે. બુધવારે તેમાં ટેક્નીકલ મેન્ટેન્સના કારણે સર્વિસને ફક્ત બુધવારે જ બંધ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Dear member, all services utilizing Aadhar authentication will remain impacted due to technical maintenance of Aadhar setup of EPFO. Inconvenience caused is deeply regretted. https://t.co/1v4AuPwFkM
— EPFO (@socialepfo) February 28, 2024
ADVERTISEMENT
EPFOએ ફગાવ્યા ક્લેમ
20 ફેબ્રુઆરીએ આવેલી રિપોર્ટ અનુસાર આ વાત સામે આવી હતી કે EPFOએ તેને મળતા દર ત્રીજા ક્લેમને ફગાવી દીધો છે. ઘણા ગ્રાહકોએ EPFOના ઓફિશ્યલ એક્સ હેન્ડલ પર ક્લેમ સેટલમેન્ટમાં મોડુ થવા સંબંધિત પોતાની ફરિયાદ કરી.
Fueling tomorrow’s success with the dynamism of our youth!
— Ministry of Labour (@LabourMinistry) February 27, 2024
In December 2023, a staggering 1.88 million new employees joined India’s workforce, with 47% representing the energetic spirit of our young talents.#LabourMinistry #Labour #Employment #MoLE #YuvaShakti pic.twitter.com/Yttd2StiWa
ભારતના ભવિષ્ય નિધિ નિકાય 277 મિલિયનથી વધારે એકાઉન્ટ્સ અને લગભગ 20 લાખ કરોડ રૂપિયાના ફંડની સાથે દુનિયાના સૌથી મોટા સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન છે. આવા જ એક પ્રશ્નના ઉત્તરમાં ઈપીએફઓએ કહ્યું કે કોઈ ક્લેમનું સેટલમેન્ટ કરવા કે પીએફ એમાન્ટને જાહેર કરવામાં સામાન્ય રીતે 20 દિવસ લાગે છે જો સંબંધિત ઈપીએફઓ ઓફિસમાં ક્લેમ પુરો થઈ જાય.
નાણાકીય વર્ષ 2022-23માં ફાઈનલ પીએફ સેટલમેન્ટ માટે પ્રાપ્ત કુલ 73.87 લાખ ક્લેમમાંથી 33.8 ટકા ફગાવી દેવામાં આવ્યા. ઓફિશ્યલ આંકડા અનુસાર ત્યાં જ 46.66 લાખનું સેટલમેન્ટ કરવામાં આવ્યું અને 2.18 લાખ ક્લોઝિંગ બેલેન્સના રૂપમાં બચી રહ્યા. તે 2017-18 અને 2018-19માં રિજેક્શનના રેટથી ખૂબ વધારે હતું. જ્યારે તે ક્રમશઃ 13 ટકા અને 18.2 ટકા હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.