બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A young man from Ahmedabad, who is traveling to India to fulfill his mother's dream

VTV EXCLUSIVE / એવો અમદાવાદી યુવાન, જે માતાનું સપનું પુરુ કરવા માટે કરી રહ્યો છે ભારતભ્રમણ

Vishal Khamar

Last Updated: 08:43 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાએ ઘણા પરિવારોને તોડી નાખ્યા, લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા. કોરોનાને કારણે આપણા બધાની જીવનશૈલી પણ બદલી નાખી છે. આજે વાત એક એવા યુવાનની, જેમણે કોરોનામાં પિતાને ગુમાવ્યા, બાદમાં એકલતા અનુભવાતા અને માતાનું સ્વપ્ન પુરુ કરવા માટે રસ્તાને જ રસ્તો બનાવી લીધો.

  • માતાનું સપનું પૂરૂ કરવા સોલો બાઈક રાઈડિંગ
  • માઈનસ ટેમ્પરેચરમાં પણ કરી ચુક્યા છે બાઈક રાઈડ
  • બાઈકને જ પોતાનું જીવન બનાવ્યું 

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

અમૃત ઘાયલના આ શબ્દોને 24 વર્ષનો એક તરવરિયો યુવાના સાચા પાડી રહ્યો છે. વરસાદ, ઠંડી, માઈનસમાં તાપમાન, અકસ્માત, ઈજા આ બધું ભલે થાય, પરંતુ તેની યાત્રા અવિરત ચાલતી રહી છે. નામ છે હોમકિશન મોદી. ઉંમર છે 24 વર્ષ. પણ અનુભવ છે, મોટાભાગનું ભારત ફરી લેવાનો. હોમકિશન એક સોલો બાઈકરાઈડર છે, જે ત્યાર સુધી ભારતના ઘણા શહેરોને પોતાના બાઈક સાથે ખૂંદી ચૂક્યા છે. હોમકિશનનો બાઈક પ્રેમ એટલો જબરજસ્ત છે, કે તેઓ એક બાઈક શૉ રૂમમાં જ નોકરી કરે છે, અને બાઈકને જ પોતાનું જીવન બનાવી ચૂક્યા છે. આમ તો હોમકિશન છેલ્લા 7 વર્ષથી બાઈક રાઈડ કરી રહ્યા છે, પરંતુ કોરોના બાદ તેમની પૃવૃત્તિમાં વેગ આવ્યો છે.

હોમકિશને મમ્મીનો શોખ પૂરો કરવા ફરવાનું શરૂ કર્યું
હોમકિશનનું કહેવું છે કે હું આ રીતે મારા મમ્મીનું સપનું પુરુ કરી રહ્યો છું. હોમકિશનના માતા દિવ્યાંગ છે, પણ તેમને ફરવાનો શોખ છે. એટલે હોમકિશને મમ્મીનો શોખ પૂરો કરવા ફરવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં તેમણે પહેલી બાઈક રાઈડ પોતાના મમ્મી સાથે કચ્છની કરી હતી. ત્યાર બાદથી તેમને પોતાને પણ આમાં મજા આવવા લાગી અને હવે તો તેઓ પોતે બાઈક રાઈડનું આયોજન કરે છે.   

6,000 કિલોમીટરની સોલો રાઈડ
અમે હોમને પૂછ્યું કે તમને આટલે બધે બાઈક પર ફરતા ડર નથી લાગતો? તો જવાબમાં બ્લશ કરતા હોમે કહ્યું કે તેઓ તાજેતરમાં જ 6,000 કિલોમીટરની સોલો રાઈડ એટલે કે સાવ એકલા રાઈડ કરી ચૂક્યા છે. કેટલાક મહિના પહેલા તેઓ ત્રણ મિત્રો લદ્દાખ બાઈક રાઈડ પર ગયા હતા. પરંતુ રસ્તામાં તેમના બે સાથીઓએ કોઈ કારણસર પરત ફરવ્યું પડ્યું એટલે બાકીની 3000 કિલોમીટરની સોલો રાઈડ કરી હતી. આ ઉપરાંત હોમ અમદાવાદથી નીકળી રાજસ્થાન થઈ અમૃતસર, ઉધમપુર, શ્રીનગર, કારગીલ, નુબ્રાવેલી, લેહ-લદ્દાખ, ઝાંસ્કર વેલીની 6000 કિ.મીની સોલો રાઈડ કરી ચૂક્યા. લદ્દાખથી રિટર્ન આવતી વખતે તેઓએ સિંગલ ટ્રીપમાં 1600 કિલોમીટરનું અંતર 35 કલાકમાં પુરૂ કર્યું હતું.

અકસ્માત થયો, પણ અટક્યા નહીં
હોમકિશન 19,024 ફૂટની ઉંચાઈએ પણ બાઈક રાઈડ કરી ચૂક્યા છે. લદ્દાખની રાઈડ દરમ્યાન હાઈએસ્ટ મોટરેબલ પાસ જેની ઉંચાઈ 19024 ફૂટ છે, ત્યાં તેમણે બાઈક ચલાવ્યું.. આ રાઈડ દરમ્યાન 17,000 ફૂટ પર માઈનસ ટેમ્પરેચરમાં તેઓની બોડી ફ્રિઝ થઈ જતા અકસ્માત સર્જોયો હતો.   જેમાં તેમને ઈજા થઈ, પરંતુ જેને રસ્તા સાથે પ્રેમ છે, તે અટકી કઈ રહી શકે? માઈનસ ડિગ્રીમાં ઈજાઓ છતાંય, હોમકિશને પોતાની રાઈડ પૂરી કરી હતી. 

2022માં વડોદરામાં યોજાયેલી હીરો ડટ બાઈક રેસમાં ભાગ લીધો હતો

પહાડ નહીં, દરિયાકિનારો પણ ખૂંદી ચૂક્યા છે હોમ
બાઈકના શોખને કારણે હોમકિશન રેસમાં પણ પાર્ટિસિપેટ કરે છે. 2022માં વડોદરામાં યોજાયેલી હીરો ડટ બાઈક રેસમાં તેઓ ભાગ લઈ ચૂક્યા છે. 2019 માં તેઓએ કોસ્ટલ રાઈડ કરી હતી. જેમાં તેઓએ ભારતના સૌથી છેવાડાના પશ્ચિમ ભાગ એવા કોટેશ્વરથી રાઈડ શરૂ કરી હતી. જે બાદ માંડવી, જામનગર, દીવ, ભાવનગર, ખંભાત, સુરત, નવસારી સુધીની 3000 કિલોમીટરનો રસ્તો તેમણે 12 દિવસમાં પૂરો કર્યો હતો. 

વધુ વાંચો: આ અમદાવાદી યુવક છે રિવરફ્રંટનો સુપરહીરો, હજારો લોકોની કરી ચૂક્યો છે મદદ

રાઈડર્સની મદદ માટે હોય છે તત્પર 
હોમકિશન પોતાના જેવા જ બાઈકરાઈડર્સને મદદ કરવા માટે પણ હંમેશા તૈયાર રહે છે. સમગ્ર ગુજરાતમાંથી અનેક લોકો રાઈડીંગ કરવા માટે ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં જાય છે. ત્યારે ત્યાં રાઈડરને કોઈ પણ મુશ્કેલીમાં મુકાય તે માટે ગુજરાત બાઈકર્સ કોમ્યુનીટી કરીને વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. જેથી કોઈ પણ રાઈડરને કંઈ પણ મુશ્કેલી સર્જાય તો ગ્રુપમાં મેસેજ કરવાથી રાઈડરને તાત્કાલિક સેવા મળી રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ