બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / A special investigation team was formed to investigate the Bhavnagar dummy Kand

ડમીકાંડ / છેક કરાઈ એકેડમી સુધી પહોંચશે ભાવનગર ડમીકાંડની તપાસ, FIRમાં ઉલ્લેખ

Malay

Last Updated: 01:22 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ડમીકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તો ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.

 

  • ભાવનગરના ડમીકાંડમાં મહત્વનો ખુલાસો
  • સમગ્ર મામલે તપાસ કરવા SPએ SITની રચના કરી
  • કરાઈ એકેડમી સુધી પહોંચશે ડમીકાંડની તપાસ
  • મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા
  • પોલીસે નોંધેલી FIRમાં કરાઈનો ઉલ્લેખ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 5 એપ્રિલે ડમી કાંડનો ખુલાસો કર્યો હતો. ઉમેદવારોની જગ્યાએ અન્ય લોકો પરીક્ષા આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાવનગરના તળાજા અને શિહોરના 6 ગામડાઓના ઉમેદવારો પર આરોપ હતો. યુવરાજસિંહના આક્ષેપ બાદ ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર પોલીસે 36 લોકો સામે ફરિયાદ નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે.  યુવરાજસિંહના નજીકના બિપિન ત્રિવેદીએ જ તેમના પર આરોપ લગાવ્યા છે. યુવરાજસિંહે નામ જાહેર ન કરવા બાબતે લાખોનો તોડ કર્યાનો આરોપ છે.  બિપિન ત્રિવેદીના તમામ આરોપને યુવરાજસિંહે નકાર્યા હતા.

SITની રચના
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. આ મામલે ભાવનગર પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.આર સિંઘાલ, ભાવનગર SOGના પી.આઈ એસ.બી ભરવાડ, PSI આર.બી વાધીયા,  PSI વી.સી જાડેજા, PSI એચ.આર જાડેજા, PSI ડી.એ વાળા, PSI એચ. એસ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Big action of <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/bhavnagar-police' title='Bhavnagar police'>Bhavnagar police</a> in case of dummy candidate

માટાભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા
ડમીકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ભાવનગરના ડમીકાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે. 2011થી ડમી ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ ડમી ઉમેદવારોએ અનેક પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 32 ડમી ઉમેદવારોનો શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીના કોલ ડિટેલ માટે ટેક્નિકલ ટીમની મદદ લીધા છે.

કરાઈ એકેડમી સુધી પહોંચશે તપાસનો રેલો
ડમીકાંડ મામલે તપાસનો રેલો હવે કરાઈ એકેડમી સુધી પહોંચશે. કારણ કે પોલીસે નોંધેલી FIRમાં કરાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIRમાં સંજય પંડ્યાના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસ FIRમાં 30 નંબરનો આરોપી સંજય પંડ્યા છે. તેણે અક્ષર બારૈયાની જગ્યાએ પરીક્ષા આપી હતી. તેણે વર્ષ 2022માં ક્લાર્ક એન્ડ ઓફિસ આસિ.ની પરીક્ષા આપી હતી.

How far are the strings of the Bhavnagar Dummikand spread? Who is the culprit?

36માંથી 4 આરોપીઓની કરાઈ ધરપકડ
ડમીકાંડના 36માંથી એક આરોપી પોલીસ ઓફિસર પણ છે. પોલીસકર્મી દિનેશ પંડ્યાએ પોતાના ભાઈની જગ્યાએ પરીક્ષા આપી હતી. દિનેશ પંડ્યાએ વર્ષ 2022-23માં SIની પરીક્ષા આપ્યાનો ખુલાસો થયો છે. આપને જણાવી દઈએ કે, ડમીકાંડમાં 36 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા 4 આરોપીમાંથી 2 આરોપી સરકારી શાળાના શિક્ષકો છે. શરદ પનોત અને પ્રકાશ દવે સરકારી શાળાના શિક્ષક છે. બંન્ને શિક્ષકોને આવતીકાલે સસ્પેન્ડ કરાય તેવી સંભાવનાઓ છે. 

36માંથી 33 આરોપી ભાવનગર જિલ્લાના વતની
પોલીસની તપાસમાં 36 આરોપીમાંથી 33 આરોપી ભાવનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના મિલન બારૈયાએ ડમી વિદ્યાર્થી બનીને 2 વખત પરીક્ષા આપી હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ડમી ઉમેદવારો મોટાભાગના એક જ જ્ઞાતિના હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડમી ઉમેદવારોએ ચોક્કસ જ્ઞાતિના લોકોને સરકારી નોકરી અપાવવા પ્રયાસ કર્યો હતો.  ડમી ઉમેદવારના કૌભાંડમાં 70થી વધુ લોકોની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.

સરકારી ભરતીમાં મોટું કૌભાંડ 
છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારો પરીક્ષા હતા. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સૂત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે, બલદેવ રાઠોડ મુખ્ય આરોપી  છે. આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ આચરતા હતા. તેઓ આરોપી ઉમેદવાર પાસેથી 10 લાખ સુધીના રૂપિયા લેતા હતા. શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લેતા હતા. જેમાંથી પરીક્ષા પાસ કરાવનારા ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈ આરોપી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવતા હતા.

ડમી વિદ્યાર્થીઓ સહિત મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ
આ ત્રણેય હોલ ટિકિટ અને આધારકાર્ડના ફોટા સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવતા હતા. પોલીસે ડમીકાંડમાં 36 આરોપીના નામો જાહેર કર્યા છે. આરોપીઓના નામ જાહેર કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ 32 ડમી ઉમેદવારોને શોધી રહી છે.

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો
(1) શરદર ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા)
(2) પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા)
(3) બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા)
(4) મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા)
(5) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર)
(6) શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર)
(8) કવિત એન.રાવ (રહે. ભાવનગર)
(9) ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા)
(10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(11) જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
(12) રાજ ગીગાભાઈ ભાલિયા (રહે.ભાવનગર)
(13) હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર)
(14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સિટી)
(15) પાર્થ ઈશ્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા)
(16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર)
(17) રમણિક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર)
(18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા)
(19) મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદિયા મહુવા)
(20) અંકિત લકુમ (રહે.ભાવનગર)
(21) વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા)
(22) કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર)
(23) જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર)
(24) ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(25) ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(26) નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર)
(27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા (રહે.ભાવનગર)
(29) અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર)
(30) સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર)
(31) દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(32) ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(33) અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા)
(34) કલ્પેશ પંડ્યા (રહે.તળાજા)
(35) ચંદુ પંડ્યા (રહે.ભાવનગર)
(36) હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ