બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A shameful incident has come to light from Sihore district of Madhya Pradesh. Here two youths raped a goat

શરમજનક / બકરી પર સામૂહિક દુષ્કર્મ, ઝાડીમાંથી આવતાં બેં-બેંના અવાજથી ગામ દોડ્યું, નરાધમો મહિલાને પાડીને ફરાર

Pravin Joshi

Last Updated: 11:06 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં બે યુવકોએ એક બકરી પર બળાત્કાર કર્યો હતો. આ મામલાની ફરિયાદ મળતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

  • મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાંથી શરમજનક ઘટના સામે આવી 
  • બે યુવકોએ એક બકરી પર બળાત્કાર કરતા હાહાકાર મચી ગયો
  • એક આરોપીની ધરપકડ કરવામાં આવી, એક આરોપી ફરાફ

મધ્યપ્રદેશના સિહોરમાં બકરી સાથે દુષ્કર્મ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અન્ય આરોપીને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ કરી, ત્યારબાદ આરોપી ઝડપાઈ ગયો. આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે સાંજે ભેરુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના નીલકંઠ ગામમાં બની હતી. નસરુલ્લાગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી આકાશ અમલકરે જણાવ્યું કે મામલાની ફરિયાદ બાદ બંને લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે ફરિયાદીએ નોંધાવેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે તે ખેતરમાં બકરા ચરાવી રહ્યો હતો ત્યારે એક બકરી ગુમ થઈ ગઈ હતી. આજુબાજુ બકરીને શોધવા લાગ્યા. ત્યારે નજીકમાં બકરીનો અવાજ સંભળાયો.

ગાય કે ભેંસ નહી બકરીનું દુધ છે ચમત્કારિક, થાય છે આ ફાયદા | Goat milk's  benefits are better than cow

પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો

આ પછી જ્યારે તે સ્થળ પર ગયો તો તેણે જોયું કે આરોપી બકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો. આ પછી ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આવો જ એક કિસ્સો યુપીના મુઝફ્ફરનગરમાં પણ સામે આવ્યો 

તમને જણાવી દઈએ કે આ પહેલા મુઝફ્ફરનગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં 25 વર્ષના યુવકે પાડોશીની બકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. બકરીનો અવાજ સાંભળીને પાડોશી ઘરની બહાર આવ્યા ત્યારે તેણે યુવકને જોયો. આ દરમિયાન પોતાને બચાવવાના પ્રયાસમાં આરોપીએ મહિલાને ધક્કો માર્યો અને સ્થળ પરથી ભાગી ગયો. આ બનાવ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાણી ક્રૂરતા હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આ મામલો ચરથાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલહાડી ગામનો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ