બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A search operation by the Income Tax Department on a well-known group of jewelers in Rajkot

રેડ / 12થી વધુ લોકર, 4 કરોડથી વધુની રોકડ સીઝ, રાજકોટના જાણીતા જવેલર્સ ગૃપ પર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન

Kishor

Last Updated: 05:38 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જાણીતા જવેલર્સ ગૃપમાં  ITનું મેગા સર્ચ બીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યું છે. પણ તપાસ દરમિયાન મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો મળવાની શક્યતા સેવાઇ રહી છે.

  • રાજકોટ જાણીતા જવેલર્સ ગૃપમાં ITનું મેગા સર્ચ ઓપરેશન 
  • સતત બીજા દિવસે આવકવેરા વિભાગની તપાસ
  • રાધિકા જવેલર્સ,શિલ્પા જવેલર્સ,જે.પી જવેલર્સને ત્યાં તપાસ 

રાજકોટમાં આજે બીજા દિવસે પણ આઈટીના દરોડા યથાવત રહેવા પામ્યા હતા. ગઈકાલે રાજકોટમાં આવેલી શિલ્પા જવેલર્સ ઉપરાંત રાધિકા, જે.પી. અને વી.પી. સહિતના ચાર જ્વેલર્સો તથા જૂનાગઢમાં સીવીએમ જ્વેલર્સ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડી કરચોરી ઝડપી લેવા મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. લગભગ 30 થી વધુ સ્થળોએ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજે સતત બીજા દિવસે પણ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો હતો. 


જોકે તપમાં હજુ પણ મોટી રકમના શંકાસ્‍પદ વ્‍યવહારો મળવાની શક્યતા

રાજકોટના જ્વેલર્સને ત્યાંથી અંદાજે અઢી કરોડની રકમ મળી આવી હોવાની આઇટી વિભાગના સૂત્રોમાંથી વિગતો જાહેર થવા પામે છે. બીજી બાજુ અમુક જવેલર્સના વિશ્વાસુ કર્મચારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં બિનહિસાબી વ્યવહારોનું સાહિત્ય કર્મચારીઓ પાસે સંતાડવામાં આવતું હોવાની બાતમીને લઈ અને આ દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં લગભગ ચાર કરોડથી અધિકની રોકડ જપ્ત કરવા ઉપરાંત 12 વધુ લોકર પણ સીલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.તપાસમાં હજુ પણ મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો મળવાની શક્યતા સેવાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ