બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A pregnant woman in Bihar gave birth to a strange baby.

OMG / 4 હાથ, 4 પગ, 4 કાન, દેશમાં વિચિત્ર પ્રકારના બાળકનો થયો જન્મ, ઘટના અજીબોગરીબ

Kishor

Last Updated: 11:31 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર એક સગર્ભા મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને ચાર હાથ અને ચાર પગ ઉપરાંત માથું પણ વિચિત્ર આકારનું હતું.

  • બિહારના સારણ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં વિચિત્ર કિસ્સો
  • ચાર હાથ અને ચાર પગ વાળા બાળકનો જન્મ
  • થોડીક ક્ષણોમાં બાળકીનું મોત નિપજ્યું 

બિહારના સારણ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગર્ભા મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો. જે આ બાળકને ચાર હાથ અને ચાર પગ ઉપરાંત માથું પણ વિચિત્ર આકારનું હોવાથી તબીબ આલમ ચોંકી ગયો હતો. સોમવારે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન સામે આવેલ આ કિસ્સામાં થોડીક ક્ષણોમાં બાળકીનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ સ્ટાફમાં કુતુહલ સર્જાયું

સારણ જિલ્લાની છપરા શહેરમાં સગર્ભા પ્રિયા દેવી નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને શ્યામ ચક ખાતે આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન ચાર હાથ અને ચાર પગ ઉપરાંત વિચિત્ર આકારના માથાવાળા બાળકનો જન્મ થતા હોસ્પિટલ સ્ટાફમાં કુતુહલ સર્જાયું હતું અને હોસ્પિટલના ચારે ખૂણે આ મુદ્દો ગાજયો હતો. આ બાળકીને એક માથું ઉપરાંત ચાર કાન, ચાર પગ, ચાર હાથ, બે હૃદય અને કરોડરજ્જુના બે હાડકાં હતાં. પ્રસુતિ વેળાએ નવજાત જીવિત હતી. જે લગભગ 20 મિનિટ રહ્યા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.અનિલ કુમારે જણાવ્યું આવું ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયમાં એક ઇંડામાંથી બે બાળકો બને છે. આ પ્રક્રિયામાં જો બંને સમયસર અલગ થઈ જાય તો જોડિયા બાળકોનો જન્મ થાય છે, પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ શકતા નથી, તો તે સ્થિતિમાં આવા બાળકોનો જન્મ થાય છે. મહિલાને પણ ખૂબ જ સમસ્યા આવે છે.

હાલમાં મહિલા સ્વસ્થ

મહિલાનું આ પહેલું બાળક હતું જેની પ્રસૂતિની સમય પૂર્ણ થયા બાદ પણ જન્મ ન થતા ચિંતા જન્મી હતી. બાદમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઓપરેશનની જરૂર જણાતા ઓપરેશન કરી બાળકીનું જન્મ કરી લેવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેનું મોત નીપજ્યું છે અને હાલમાં મહિલા સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ