બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A person fell into a water-filled pit in Jamalpur

અમદાવાદ / એ મર્યો જાણે...જમાલપુરમાં મસમોટા ખાડામાં પડ્યો શખ્સ, સ્થાનિકોએ માંડ બચાવ્યો

Dinesh

Last Updated: 12:03 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમાલપુરમાં એક વ્યક્તિ ખાડામાં પડતાંની સાથે જ આસપાસના લોકોએ વ્યક્તિનો હાથ પકડી ખાડામાંથી બહાર કાઢી લેતાં કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ થઇ ન હતી

  • જમાલપુરમાં એક વ્યક્તિ પાણી ભરેલા ખાડામાં પડ્યો
  • લોકોએ વ્યક્તિને હાથ પકડીને બહાર નીકાળ્યો
  • ખાડાઓ રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બની રહ્યાં છે

અમદાવાદમાં 2 દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ અનેક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે. ત્યારે આવો જ એક મુશ્કેલી ભર્યો કિસ્સો જમાલપુરથી સામે આવ્યો છે. જ્યાં પાણી ભરેલા ખાડામાં એક વ્યક્તિ પડી ગયો હતો.

લોકોએ ખાડામાંથી બહાર નીકાળ્યો
જમાલપુરમાં પાણી ભરેલા ખાડામાં એક વ્યક્તિ ગરકાવ થયો હતો. જો કે પાણીમાં પડતાંની સાથે જ આસપાસના લોકોએ વ્યક્તિનો હાથ પકડી ખાડામાંથી બહાર કાઢી લેતાં કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ થઇ ન હતી. આ સમગ્ર ઘટના પાસે લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મહત્વનું છે કે, શહેરમાં અનેક જગ્યાએ જોખમી ખાડા જોવા મળી રહ્યાં જે મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે તો બીજી તરફ ભુવા પડવાનો સિલ સિલો યથાવત છે અને જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે.

પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી
વરસાદના કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાંધી બ્રિજ નીચે આવેલા પુસ્તક બજારમાં પાણી ભરાતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા. 

ઠેક-ઠેકાણે ભરાયા હતા વરસાદી પાણી
વરસાદના કારણે શહેરમાં ઠેક-ઠેકાણે વરસાદી પાણી જમા થઈ ગયા હતા. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા હતા. વરસાદના કારણે  શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ