બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A new twist in the matter of 3 thousand kg of drugs seized from Gujarat

પોરબંદર / ગુજરાતમાંથી ઝડપાયેલા 3 હજાર કિલો ડ્રગ્સ મામલે નવો વળાંક, ચોંકાવનારો ખુલાસો થતા તપાસનો ધમધમાટ શરૂ

Vishal Khamar

Last Updated: 12:06 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં દરિયા કિનારેથી ફરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગત રોજ પોરબંદર પાસે મધદરિયેથી 3000 કિલો ડ્રગ્સ ઝડપાવા પામ્યું છે. કરોડની કિંમતનાં ડ્રગ્સ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી તેઓની પૂછપરછ હાથ ધરી છે.

ગત રોજ પોરબંદરનાં દરિયા કિનારેથી ફરી ગત રોજ સાંજે દિલ્હી નાર્કોટિક્સ, ગુજરાત એટીએસ તેમજ અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળી 3000 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે એજન્સીનાં સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ તેમજ અન્ય ડ્રગ્સ લઈને આવતા હતા.  તે દરમ્યાન ગુજરાત એટીએસનાં અધિકારીઓએ બોટને ઝડપી પાડી તપાસ હાથ ધરતા તેમાંથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 

ઝડપાયેલ ડ્રગ્સ હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડ્યું
ગત રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં મધદરિયેથી ઈરાનની બોટમાં 3000 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારે ઝડપાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત કરોડોની હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ATS દ્વારા આરોપીઓને ગુપ્ત સ્થળે લઈ જઈ તેઓની હાલ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.  

પકડાયેલા ખલાસીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને સામગ્રી જપ્ત
પોલીસે પકડેલા ખલાસીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને સામગ્રી જપ્ત કરી હતી. ઝડપાયેલી પાંચેય બોટ અને ખલાસી ઈરાની હોવાનો ખુલાસો થયો છે. એટીએસ, નાર્કોટીક્સ અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોટો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

1000 કરો઼ડની કિંમતના ડ્રગ સાથે 5 આરોપીઓની ધરપકડ 
ગુજરાત એટીએસ તેમજ નાર્કોટીક્સ અને નેવી દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર પાસેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 1000 કરોડની કિંમતનાં ડ્રગ્સ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. મધદરીયે ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લેવાયા હતા. બોટમાં 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઈન, 25 કિલો મોર્ફીન હોવાની માહિતી મળી છે. ડ્રગ્સ લઈ જઈ રહેલ ઈરાની બોટને ઝડપી લેવામાં આવી ચે. મોટી માત્રામાં જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

વધુ વાંચોઃ ગુજરાતમાં 24 કલાકમાં બીજો મોટો અકસ્માત: ધોલેરા-વટામણ હાઈવે પર ઘટી દુર્ઘટના, સામસામે બે ટ્રક અથડાતા 3નાં મોત

SOG તેમજ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
પાંચ દિવસ પહેલા જ વેરાવળ બંદર કાંઠેથી ગુજરાત એસઓજી તેમજ NDPS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે SOG તેમજ NDPS ની ટીમે વેરાવળ બંદરના નલિયા ગોળીકાંઠેથી રૂા. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા રેડમાં હેરોઈનના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યારે આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે એસઓજી તેમજ એનડીપીએસની ટીમ દ્વારા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યુ. તેમજ કોનો દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં હજુ અન્ય લોકોનાં નામ સામે આવી શકે તેવી શક્યતાઓ છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ