બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A man in Britain kept the body of a pensioner in a freezer for the past two years

બ્રિટન / કેવા કેવા લોકો ભર્યાં છે ! બે વર્ષ મડદાંને ફ્રિજમાં રાખી મૂક્યું આ શખ્સે, કારણ જાણીને ચોંકી જવાશે

Kishor

Last Updated: 05:15 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેમિયન જોન્સન મડદાને ફ્રીઝરમાં સાચવી પેન્શનર મૃત વ્યક્તિના ખાતામાં આવતા પેન્શનના પૈસા બેંકમાંથી ઉપાડી લઈ અંગત કામ માટે વાપરતો હોવાના આરોપ લાગી રહ્યા છે.

  • બ્રિટનના એક વ્યક્તિ પર ચોંકાવનારો આરોપ
  • પેન્શન મેળવવા બે વર્ષથી પેન્શનરનો મૃતદેહ ફ્રીઝરમાં રાખ્યો
  • કોર્ટે આરોપસર તેને દોષિત ઠેરવ્યો હતો

બ્રિટનના એક વ્યક્તિએ પેન્શન મેળવવા માટે બે વર્ષથી પેન્શનરનો મૃતદેહ ફ્રીઝરમાં રાખ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ધ મેટ્રોના અહેવાલ મુજબ 71 વર્ષે ઝોન વેનરાઈટનું  નિધન સપ્ટેમ્બર 2018 થયું હતું. ત્યારબાદ વેનરાઇટના મૃત્યુના બે વર્ષ પછી 22 ઓગસ્ટ 2020 ના રોજ ફ્રીઝરમાંથી તેની લાશ મળી આવી હતી અને આ મામલે 52 વર્ષીય ડેમિયન જોન્સન પર મૃતદેહ સાચવી રાખવા મામલે ધગધગતા આરોપ લાગી રહ્યા છે. જેને લઈને ગત. તા. 2 મે મંગળવારના રોજ કોર્ટે આ આરોપસર તેને દોષિત ઠેરવ્યો હતો. જેમાં તેણે મૃત વ્યક્તિની બેંક ડીટેલનો દૂરઉપયોગ કરી પૈસા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

ડેમીયાન જોન્સન પર એવા આરોગ લાગી રહ્યા છે કે તે મૃત વ્યક્તિના ખાતામાં જમા થતા પેન્શનના રૂપિયા ઉપાડી લઈ અને અંગત ઉપયોગ માટે વાપરી નાખતો હતો. જોકે આ મામલે ડેમીયાને કેસે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને તેણે કહ્યું કે શોપિંગ માટે વાપરવામાં આવેલા રૂપિયા તેના પોતાના જ હતા. તો બીજી બાજુ એ મામલે સ્પષ્ટ થયું નથી કે વાનરાઇટનું મૃત્યુ કયા કારણોસર થયું છે?  અહેવાલ મુજબ વેનરાઇટના મૃત્યુ સમયે બંને સાથે હતા અને તેઓએ સંયુક્ત ખાતુ ખોલાવ્યું હતું.

 આરોપોને નકારી કાઢ્યા
ધ ઈન્ડિપેન્ડન્ટમાં જણાવ્યા અનુસાર ડેમિયન જોન્સને 23 સપ્ટેમ્બર, 2018 ની વચ્ચે વેઈનરાઈટના કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા હતા. અને તે રકમનો સામાન ખરીદી કરી હતી. તેણે આ આરોપોને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આરોપ ખોટા છે. જ્હોન્સને કોર્ટને કહ્યું કે આ રૂપિયા પોતાના છે જેનો તે હકદાર છે. મહત્વનું છે કે હાલ ડેમિયન જોન્સન જામીન પર જેલની બહાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ