બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A lioness was seriously injured after being hit by a car near Munjiasar in Bagsara in Amreli

અકસ્માત / અમરેલીના બગસરામાં કારે સિંહણને મારી ટક્કર, વન વિભાગ થયું દોડતું, બાદમાં બન્યું શું?

Dinesh

Last Updated: 11:57 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli news: અમરેલીમાં બગસરાના મુંજીયાસર પાસે સિંહણ કારની અડફેટે આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે, ઈજાગ્રસ્ત સિંહણનુ રેસ્કયૂ ઓપરેશન કરી સારવાર માટે ખસેડવામાં આવી

  • મુજ્યાસર પાસે સિંહણ આવી કારના અડફેટે
  • કારના અડફેટથી સિંહણને થઇ ગંભીર ઇજા
  • સિંહણને રેસ્કયૂ ઓપરેશન કરી સારવાર માટે ખસેડાઇ


અમરેલીમાં બગસરાના મુજ્યાસર પાસે એક રોડ અકસ્માતની ઘટના બની છે. ગાડીની હડફેટે સિંહણ આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. કાર બેકાબુ થતા કારનો આગળનો ભાગ ભાગીને ભુક્કો થઇ ગયો છે. 

ઈજાગ્રસ્ત સિંહણને સારવાર માટે ખસેડાઇ
બગસરામાં કારના અડફેટથી સિંહણ આવી જતા તે ગંભીર રીતે ઇજા થઈ છે. સિંહણને ઇજા થતા વન વિભાગ ઘટના સ્થળે પહોચ્યું છે. તેમજ ઈજાગ્રસ્ત સિંહણનુ રેસ્કયૂ ઓપરેશન કરી સારવાર માટે ખસેડવામાં આવી છે. જો કે, આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે

જૂનાગઢના માંગરોળ-કેશોદ રોડ પર અકસ્માત
વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે જૂનાગઢના માંગરોળ-કેશોદ રોડ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક ચાલક વચ્ચે થયો હતો. જેમાં એક વ્યક્તિનુ મૃત્યુ થયું તો, અન્ય એકને ઇજા થઇ હતી. 

ખેડબ્રહ્મા અંબાજી હાઇવે પર અકસ્માત
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કાર ચાલકે 2 બાઈક સવારને અડફેટે લીધા. રાધિવાડ પાસે અકસ્માત કરીને કાર ચાલક ફરાર થયો છે. જ્યારે કાર ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર 5 લોકોને  ઈજા પહોંચી છે. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટ્યા હતા. ઉલ્લેખનિય છે કે ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર ખાનગી વાહન બેફામ ચાલે છે. બેફામ ચાલતા વાહનચાલકો સામે કાર્યવાહીની સ્થાનિકો માગ કરી રહ્યાં છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ