બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A huge crowd gathered at Delhi Darwaza in Ahmedabad for kite lovers to buy kites

અમદાવાદ / પતંગ રસિયાઓને ઉત્તરાયણ પડશે મોંઘી, દોરી-પતંગના ભાવમાં આટલા ટકાનો વધારો, ખરીદી કરતાં પહેલા જાણી લો કિંમત

Dinesh

Last Updated: 03:56 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી અમદાવાદમાં દિલ્લી દરવાજા ખાતે પતંગ રસિકોની ખરીદી માટે ભારે ભીડ જામી છે

  • અમદાવાદમાં દિલ્લી દરવાજા પતંગ બજારમાં લોકોની ભીડ
  • ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજાના કારણે ભીડ જામી
  • પતંગ રસિકો પતંગ-દોરીની ખરીદી માટે ઉમટ્યાં

Ahmedabad news: આજથી અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ તા. 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે હવે ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. શહેરના પતંગ રસિકો દિલ્લી દરવાજા પતંગ બજારમાં ખરીદી કરવા પહોંચ્યા છે. 

પતંગ રસિકોની ખરીદી માટે ભીડ 
ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ કરી છે. પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે એક કોડીના 80થી 90 રૂપિયાની સરખામણીએ આ વર્ષે 150 રૂપિયા થયા છે. ભાવ વધવાની શક્યતાએ એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી છે. સફેદ ચીલ, ડિઝાઈનવાળી ચીલ, મોટા પતંગ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે

ભાવ વધવાની શક્યતાએ પતંગ રસિકોએ ખરીદી કરી  
ગીન ચીલ મોટી સાઇઝ 100 રૂપિયા કોડી જ્યારે ડિઝાઇન વાળી ચીલ 120 રૂપિયાની કોડી અને સફેદ ચીલ 80 રૂપિયાની કોડીનો ભાવ ચાલી રહ્યો છે. મોટા પતંગ ફૂલ સાઇઝ 150નાં પાંચ નંગ અને અડધિયા પતંગના રૂપિયા 160નાં કોડી જ્યારે ગયાં વર્ષે પતંગનો ભાવ એંસી નેવું ભાવ હતો. છેલ્લા દિવસોમાં 150 રૂપિયા ભાવ થવાની શક્યતા છે.

વાંચવા જેવું:કાઇટ ફેસ્ટિવલ શરૂ: રામજીની તસવીરવાળો પતંગ સૌથી ઉપર ચગ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવતા લાગ્યા જય શ્રીરામના નારા

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2024નો પ્રારંભ 
ઉત્તરાયણને લઈ રાજ્યના વિવિધ શહેરોમાં પણ ખરીદીની ભીડ જામી છે. પતંગ-માઝા તેમજ હોર્ન જેવી વસ્તુઓની ભારે ખરીદી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં 55 દેશનં 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ 12 રાજ્યનાં 68 રાષ્ટ્રીય પતંગબાજો તો ગુજરાતનાં 23 શહેરનાં 856 પતંગબાજોએ ભાગ લીધો છે.  રાજ્ય સરકાર દ્વારા કુલ પાંચ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ