બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / a home made of plastic bottles

આશ્ચર્યજનક / આનું નામ જુગાડ! ઈંટ- સિમેન્ટ વગર પણ બની શકે છે ઘર!! આ જોઈલો નમૂનો

Khevna

Last Updated: 12:50 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પ્લાસ્ટિકની બોટલોથી બનેલ ઘર જોયું છે? જો ન જોયું હોય તો આ વીડિયો જોયા બાદ તમારા હોશ ઉડી જશે!

  • હવે ઈંટ-સિમેન્ટ વગર પણ બની શકે છે ઘર! 
  • પ્લાસ્ટિકની બોટલથી આ રીતે તૈયાર કરવામાં આવ્યું મકાન 
  • ભારતીય છોકરાએ પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યું મોટું ઘર 

ઘણી વાર આપણા મનમાં ઘણા ઉલ્ટા-સીધા વિચારો આવે છે, પરંતુ તેને હકીકતમાં કરવાનું આપણે વિચારી શકતા નથી. ઘણીવાર તમે ઈંટ, પત્થર કે માટીના બનેલ ઘરોને જોયા હશે, પરંતુ શું તમે પ્લાસ્ટિકની બોટલોથી બનેલ ઘર જોયું છે? જો ન જોયું હોય તો આ વીડિયો જોયા બાદ તમારા હોશ ઉડી જશે. જી હા, કોઈ માણસે જુગાડથી ઈંટ કે પત્થરની મદદ વગર બોટલથી ઘર બનાવ્યું. આ ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે, પરંતુ એ વાતની પુષ્ટિ નથી થઇ કે આ ક્યા તથા કોણે બનાવ્યું. જોકે ભારતમાં એક છોકરાએ કઈક આવું કરી બતાવવાની પૂરી કોશિશ કરી. 

પ્લાસ્ટિકની બોટલથી આ રીતે તૈયાર કરવામાં આવ્યું મકાન 
સોશ્યલ મીડિયા પર કઈક આવા જ ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ચારે તરફ પ્લાસ્ટિકની બોટલોની મદદથી ઝુંપડી બનાવાઈ છે, પરંતુ ન તેમાં ઈંટનો વપરાશ થયો કે ન સિમેન્ટનો. લોકો આ ફોટાને જોયા બાદ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. ટવીટ્ર પર @iwanfals નામના અકાઉન્ટ દ્વારા આવા ફોટાઓ શેયર થયા હતા, જેને જોયા બાદ તમે પણ વિચારમાં પડી જશો. 

ભારતીય છોકરાએ પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યું મોટું ઘર 
યૂ-ટ્યૂબ પર વાયરલ થઇ રહેલ એક બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઓછી ઉંમરના ભારતીય વ્યક્તિએ પ્લાસ્ટિકની બેકાર બોટલોનો ઉપયોગ કરીને એક શાનદાર ઘર તૈયાર કર્યું છે. આ ઘરમાં ન માત્ર દરવાજાઓ, પરંતુ બારીઓ પણ હાજર છે. જે લોકોએ આ ઘરને જોયું તેમનાં હોશ ઉડી ગયા. ફ્લેમ મીડિયા નામના યૂ-ટ્યૂબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ વીડિયોમાં જોઈ શકાય છે કે બેકાર પડેલ બોટલોનો વપરાશ કરીને ઘરને તૈયાર કરવામાં આવ્યું છે. લોકો તેને જોયા બાદ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આમાં સિમેન્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. છતાં પણ લોકો આ વીડિયોને જોઇને હેરાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ