બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / A hero's blow! Buying a bike-scooter from Splendor to Destiny will be expensive

ફટકો / વ્હીકલ લેવાનું વિચારતા હોવ તો મોટો ઝટકો! ત્રીજી જુલાઇથી વધી જશે ભાવ, જાણો શું છે કારણ

Pravin Joshi

Last Updated: 06:10 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hero MotoCorp એ તાજેતરમાં ભારતમાં અપડેટેડ Xtreme 160R લોન્ચ કર્યું છે. આ બાઇક 1.27 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકમાં કેટલાક કોસ્મેટિક અને મિકેનિકલ અપડેટ્સ કર્યા છે.

  • બાઇક અને સ્કૂટર ખરીદવી હવે મોંઘી થશે
  • કિંમતોમાં લગભગ 1.5 ટકાનો વધારો કરશે
  • આગામી તહેવારોની સિઝનમાં માંગ વધશે

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Hero MotoCorpની બાઇક અને સ્કૂટર ખરીદવી હવે મોંઘી થશે. કંપનીએ જાહેરાત કરી છે કે 3 જુલાઈ, 2023થી તે તેની મોટરસાઈકલ અને સ્કૂટરની રેન્જની કિંમતો અપડેટ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર, કંપની તેના વાહન પોર્ટફોલિયોની કિંમતોમાં લગભગ 1.5 ટકાનો વધારો કરશે. આ કિંમત અપડેટ અલગ-અલગ મોડલ્સ અને વેરિઅન્ટ પર આધારિત હશે.

Tag | VTV Gujarati

કિંમતમાં થઈ શકે છે વધારો

Hero MotoCorp અનુસાર ટુ-વ્હીલર માટે ભાવ વધારો કંપની દ્વારા સમયાંતરે કરવામાં આવતી કિંમતની સમીક્ષાનો એક ભાગ છે. એક અધિકૃત નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, મોટરસાયકલ અને સ્કૂટરની કિંમતોમાં વધારો એ કિંમતની સમીક્ષાનો એક ભાગ છે જે કંપની દ્વારા સમયાંતરે કિંમતની સ્થિતિ, ઇનપુટ ખર્ચ જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને તે વ્યવસાયની આવશ્યકતા છે.

તહેવારોની સિઝનમાં ઉદ્યોગનું પ્રમાણ વધવાની ધારણા

નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે Hero MotoCorp ગ્રાહકોના ખિસ્સા પરની અસર ઘટાડવા માટે નવીન ધિરાણ કાર્યક્રમો સાથે ચાલુ રાખશે, જેનાથી લોકો ટુ-વ્હીલર ખરીદવા માટે અનુકૂળ રહેશે. દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસાની શરૂઆત અને અર્થમાં સુધારા સાથે સિસ્ટમમાં આગામી તહેવારોની સિઝનમાં ઉદ્યોગનું પ્રમાણ વધવાની ધારણા છે.

HERO BIKE PRICE HIKES BY 1.5 PERCENT FROM 3 JULY

Xtreme 160R લોન્ચ

Hero MotoCorp એ તાજેતરમાં ભારતમાં અપડેટેડ Xtreme 160R લોન્ચ કર્યું છે. આ બાઇક 1.27 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકમાં કેટલાક કોસ્મેટિક અને મિકેનિકલ અપડેટ્સ કર્યા છે, જે તેને પાછલા મોડલ કરતાં પણ વધુ સારી બનાવે છે.

શાનદાર એન્જિન

કંપનીએ આ બાઇકમાં 163cc ક્ષમતાનું સિંગલ-સિલિન્ડર, એર અને ઓઇલ-કૂલ્ડ એન્જિન આપ્યું છે, જે 16.6 bhpનો પાવર અને 14.6 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે, જે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. બ્રાન્ડનો દાવો છે કે તે સેગમેન્ટમાં સૌથી ઝડપી બાઇક છે, જે માત્ર 4.41 સેકન્ડમાં 0 થી 60 kmphની ઝડપ પકડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ