બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A helping hand extended to flood-hit Navsari

માણસાઈ / આફતમાં પણ પ્રસરી ઉઠી માનવતાની મહેક, પુરગ્રસ્ત નવસારી માટે મદદનો હાથ લંબાયો, ઘરે-ઘરે જઈ લોકોએ કર્યું આ કામ

Priyakant

Last Updated: 09:22 AM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં ભારે વરસાદ રોકાયા બાદ રાહતકાર્ય શરૂ, અનેક સ્થાનિક સંસ્થાઓ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં સંસ્થાઓ મદદ કરવા આગળ આવી

  • નવસારીમાં ભારે વરસાદ રોકાયા બાદ રાહતકાર્ય શરૂ 
  • પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત, ઘણા લોકોને સલામત સ્થળે ખસેડાયા 
  • અસરગ્રસ્ત વિસ્તારમાં સંસ્થાઓ મદદ કરવા આગળ આવી, ફૂડ પેકેટ વિતરણ 

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે 3 નદીઓ પૂર્ણા, કાવેરી અને અંબિકા છલકાઈ હતી. નવસારીની આજુબાજુના વિસ્તારોમાં પૂરના કારણે સેંકડો લોકો પ્રભાવિત થયા હતા. જ્યારે વહીવટીતંત્રે હજારો લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડ્યા હતા. પૂરના કારણે લોકો પોતાના ઘર છોડીને જીવ બચાવીને સલામત સ્થળે પહોંચી ગયા હતા, જેથી ઘણા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ અનેક સ્થાનિક સંસ્થાઓ પણ ગામડાઓમાં જઈને લોકોને ફૂડ પેકેટ પહોંચાડી રહી છે.

સ્થાનિક સંસ્થાઓ-રાજકીય પક્ષો દ્વારા ફૂડ પેકેટ વિતરણ 

નવસારીમાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં પૂર આવ્યું હતું. જેને કારણે નવસારી આસપાસના વિસ્તારમાં હજારો લોકો અસરગ્રસ્ત થયા હતા. જેથી લોકોને મોટી માત્રમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અનેક લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું છે, તો અનેક લોકોનો સામાન પાણીમાં તણાઈ ગયો છે. જેથી નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં લોકો મદદ કરવા આગળ આવ્યા છે. અને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે. અનેક સંસ્થાઓ જિલ્લાના અલગ અલગ નાના ગામમાં જઇને લોકોને ઘરે-ઘરે ફૂડ પેકેટનું વિતરણ કરી રહી છે. સાથે રાજકીય પક્ષોએ પણ રાહત કાર્ય શરૂ કર્યું છે.

નવસારીમાં અનેક લોકો બેઘર બન્યા

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અનેક લોકો બેઘર બન્યા હતા અને સેંકડો લોકોના ઘરવખરીનો સામાન પાણીમાં વહી ગયો હતો. જેમ જેમ પાણી જતું રહ્યું તેમ તેમ નુકસાનનો આંકડો વધ્યો હતો. નવસારીમાં આવેલા પૂરમાં અનાજ, પાણી, કપડાં, વાસણો જેવી અનેક વસ્તુઓ વહી ગઈ હતી.  

લોકો જાતે જ અસરગ્રસ્ત ગામડાઓની મદદે આવ્યા 

નવસારીમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. આ તરફ હવે વરસાદ રોકાયા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક લોકો બેઘર બન્યા બાદ હવે લોકો, સામાજિક સંસ્થાઓ જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોની મદદે આવ્યા છે. પૂર બાદ નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં લોકો જાતે મદદ માટે બહાર આવ્યા હતા.અને લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના વિવિધ નાના ગામડાઓમાં સેંકડો સંસ્થાઓ ઘરે ઘરે જઈને લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહી છે. તો રાજકીય પક્ષોએ પણ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. 

ફરી એકવાર વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા અને અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે જ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાગી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ વરસાદ થવાની સંભાવના છે. તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં પણ વરસાદ વરસી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ