બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A gang was caught impersonating the police and the press, and a demand was made to the spa manager.

અમદાવાદ / પોલીસ અને પ્રેસનો વેશ ધારણ કરી લોકોને ઠગતી ટોળકી ઝડપાઇ, સ્પા સંચાલક પાસે કરી હતી આવી માંગણી

Vishal Khamar

Last Updated: 03:35 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ તથા પત્રકાર ની ખોટી ઓળખ આપી બળજબરીથી રૂપિયા પડાવનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સ્પા સંચાલક પાસે થી આરોપી એ બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. જે અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

  • નકલી પોલીસ બની તોડ કરતી ટોળકી ઝડપાઈ
  • પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
  • સ્પા સંચાલક પાસે 50 હજાર રૂપિયાની કરી હતી માગ

પોલીસ તથા પત્રકાર ની ખોટી ઓળખ આપી બળજબરીથી રૂપિયા પડાવનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સ્પા સંચાલક પાસે થી આરોપી એ બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. જે અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વેપારી રૂપિયા ન ચૂકવે તો સ્પા બંધ કરવાની ધમકી આપતા
યુનિવર્સિટી પોલીસ ની કસ્ટડીમા રહેલા આરોપી નુ નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે. આ ત્રણેય આરોપી પત્રકાર અને પોલીસની ઓળખ આપી યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટર પર પહોંચી ગયા હતા. અને સ્પાની આડમાં ગોરખધંધા કરતા હોવાની ધમકી આપી વેપારી પાસેથી 10,500 રૂપિયા મેળવી લીધા હતા. અને જો વેપારી રૂપિયા ન ચૂકવે તો સ્પા બંધ કરવાની ધમકી આપી બદનામ કરવા અંગે પણ ધમકી આપતા હતા. જેથી પોલીસે ગુનો નોંધી 3 આરોપી ની ધરપકડ કરી છે.

વેપારીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા
ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી બ્રિજેશ પટેલ પોતાને પોલીસ તરીકે ઓળખ આપતો હતો. સાથે અન્ય બે આરોપી જયેશ અને શુભ પત્રકાર તરીકે ઓળખ આપી વેપારીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી પોલીસની શંકા છે કે આરોપીઓએ અગાઉ પણ પોલીસના નામે ખંડણી મેળવી હોઈ શકે છે. જેથી અગાઉ આરોપીના કોઈ ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે ઝડપાયેલા ત્રણ આરોપી ના સીસીટીવી ફુટેજ ના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે. જેથી અગાઉ સ્પા કે અન્ય કોઈ વેપારી પાસે ખંડણી વસૂલી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ