બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'A few months ago these same people insulted me KL Rahul Statement after scoring a century in the IND vs SA match

વેદના / 'થોડાં મહિના પહેલા આ જ લોકો મને ગાળો...', IND vs SAની મેચમાં સદી ફટકાર્યા બાદ KL રાહુલે ઉભરો ઠાલવ્યો

Megha

Last Updated: 02:29 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલે કહ્યું કે, 'જે લોકો આજે સોશિયલ મીડિયા પર તેમના વખાણ કરી રહ્યા છે તે જ લોકો હતા જે થોડા સમય પહેલા સુધી તેમને ખૂબ ટ્રોલ કરતા હતા.'

  • કેએલ રાહુલે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં સદી ફટકારી. 
  • કેએલ રાહુલે પ્રતિક્રિયા આપતા ચાહકોના બેવડા વલણની ટીકા કરી. 
  • આ જ લોકો હતા જે થોડા સમય પહેલા સુધી મને ખૂબ ટ્રોલ કરતા હતા. 

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ પ્રતિક્રિયા આપતા ચાહકોના બેવડા વલણની ટીકા કરી છે. 

કેએલ રાહુલે કહ્યું કે, 'જે લોકો આજે સોશિયલ મીડિયા પર તેમના વખાણ કરી રહ્યા છે તે જ લોકો હતા જે થોડા સમય પહેલા સુધી તેમને ખૂબ ટ્રોલ કરતા હતા.' કેએલ રાહુલના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાથી ખેલાડીઓમાં ઘણો ફરક પડે છે.

સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે શાનદાર સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર 121 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને અહીંથી 150 રન બનાવવા મુશ્કેલ હતા. જોકે, મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલ એક છેડે રહ્યો હતો અને નીચલા ક્રમના બેટ્સમેનોની સાથે મળીને ટીમને સારા સ્કોર સુધી લઈ ગયો હતો.

 કેએલ રાહુલને પૂછવામાં આવ્યું કે શું સોશિયલ મીડિયા ટ્રોલિંગથી તેના પર કોઈ ફરક પડ્યો છે? તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જો તમે પબ્લિક પર્ફોર્મર છો તો તમે સારું પ્રદર્શન કરીને જ ટીકાથી બચી શકો છો. જે લોકો આજે મારા વખાણ કરી રહ્યા છે એ જ લોકો થોડા મહિના પહેલા મણે ટ્રોલ કરતા હતા. જે કોઈ કહે છે કે સોશિયલ મીડિયાથી તેમને કોઈ ફરક પડતો નથી તે ખોટું બોલે છે. જો કે, તમે તેનાથી જેટલું દૂર રહેશો, તે તમારી માનસિકતા માટે વધુ સારું રહેશે.'

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલે 137 બોલમાં 101 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને વહેલી ઓલઆઉટ થતા બચાવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ