બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / A family from Vadodara spent 52 hours in a car in Manali

આપવીતી / બાપ રે! મનાલીમાં વડોદરાના પરિવારે 52 કલાક કારમાં વિતાવ્યા, કહ્યું 'ડર તો ઘણો હતો, નજર સામે જ પથ્થરો પડતા'

Priyakant

Last Updated: 02:59 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: મનાલીમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં પરિવાર ફસાયો હતો, 2 દિવસ બાદ સલામત બહાર નીકળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો

  • મનાલી કુદરતી આફતમાં ફસાયો પરિવાર 
  • વડોદરાના પરિવારની આપવીતી 
  • 52 કલાક વિતાવ્યા હતાં કારમાં

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક મુસાફરો મનાલી-કેદારનાથમાં ફસાઈ ગયા છે. આ દરમિયાન મનાલી કુદરતી આફતમાં ફસાયેલા વડોદરાના પરિવારે ત્યાની સ્થિતિ અને પોતાની આપવીતી જણાવી છે. વડોદરા શહેરના મકરપુરામાં રહેતા પરિવારે કહ્યું કે, તેમણે 52 કલાક કારમાં જ વિતાવ્યા હતા. નોંધનિય છે કે, મનાલીમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં પરિવાર ફસાયો હતો. જોકે 2 દિવસ બાદ સલામત બહાર નીકળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. 

મનાલી કુદરતી આફતમાં વડોદરાનો પરિવાર ફસાઈ ગયો હતો. આ તરફ ભારે વરસાદ વચ્ચે તેમણે 52 કલાક કારમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે, મનાલીમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને લઈ પરિવાર ફસાયો હતો. જોકે હવે તોફાન શાંત થતા બે દિવસ બાદ સલામત બહાર નીકળતા પરિવારે આપવીતી કહી છે.  

શું કહ્યું  પરિવારની મહિલાએ ? 
અમે લોકો સતત કારમાં બેસી રહ્યા હતા, અમે ચાર લોકો અને ડ્રાઈવર અને સામાન આ બધુ કારમાં જ હોઇ પગ પણ સીધા નહોતા કરી શકતા. કારમાં આટલા બધા કલાક કાઢવા બહુ જ મુશ્કેલીનું કામ હતું. બહાર સતત વરસાદ અને ઠંડી પણ ખૂબ હોય ડર પણ બહુ લાગતો હતો. અમારાથી 50 મીટર દૂર પથ્થર પડી રહ્યા હતા. આ બધુ જોઈ વધુ બીક લાગતી હતી. 

શું કહ્યું પરિવારના મોભીએ ? 
પરિવારના મોભીએ જણાવ્યું કે, અમે કલાકોથી કારમાં બેસ્યા હતા એટલે ચિંતા તો થતી હતી. આ સાથે ત્યાં હાજર પોલીસકર્મીઓએ પણ કહ્યું હતું કે, એકવાર વરસાદ બંધ થઈ જાય તો વધુમાં વધુ 4 થી 8 કલાકમાં બધાને નિકાળી દેશે. તેમણે ઉમેર્યું કે, ગામવાળાઓએ પણ ઘણો સ્પોર્ટ કર્યો. તેમણે બધા માટે જમવાની વ્યવસ્થા પણ કરી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ