બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A devotee of Dwarkadhish has been walking backwards continuously for 1 month and 1 day, the purpose of doing this is special.

ભક્તિમાં લીન / 1 મહિનો અને 1 દીવસથી સતત ઉલ્ટા પગે ચાલી રહ્યો છે દ્વારકાધીશનો ભક્ત, આવું કરવાનો હેતુ છે ખાસ

Vishal Khamar

Last Updated: 07:20 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાં વાયરસ તેમજ પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસે હાહાકર મચાવ્યો હતો. ત્યારે આ વાયરસ સામે મનુષ્ય તેમજ પશુને રક્ષણ મળે તે માટે ગોધરાનાં વૃદ્ધ ચાલતા દ્વારકાધીશનાં દર્શનાર્થે નીકળ્યા હતા.

  • દેશમાં કોરોનાં અને લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો હતો
  • આ વાયરસ સામે મનુષ્ય અને પશુઓને રક્ષણ મળે તે માટે દ્વારાધીશનાં દર્શનાર્થે
  • ગોધરાનાં વૃદ્ધ ચાલતા દ્વારકાધીશનાં દર્શનાર્થે નીકળ્યા 

કોરોના અને લમ્પી વાઇરસથી દેશના નાગરિકો અને પશુઓને રક્ષણ મળે તે માટે ગોધરાથી દેવભૂમિ દ્વારકા  ઊંધા પગે ચાલીને જવા નીકળેલા  ગોધરાનાં 66 વર્ષીય વૃદ્ધ જામનગર પહોચ્યા હતા. ત્યારે તેમનાં મોઢામાં ભગવાન દ્વારકાધીશનું નામ, હાથમાં ધજા  અને ઉંધા પગે ચાલતા ચાલતા જતા વૃદ્ધની ભગવાન પ્રત્યેની આસ્થાનાં દર્શન થાય છે. ત્યારે ભગવાન દ્વારકાધીશનાં પરમ ભક્ત 66 વર્ષીય વૃદ્ધ વાલાભા લાખાભા પાલિયા ઉંધા ભાગે ચાલીને દેવભૂમિ દ્વારકાની જાત્રાએ નીકળ્યા છે. 


યાત્રામાં છ મિત્રો પણ તેઓની સાથે નીકળ્યા
આવી કાળઝાળ ગરમીમાં 66 વર્ષની ઉંમરે વાલાભા લાખાભા પાલિયા પગપાળા ઊંધા પગે ચાલીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે આ યાત્રામાં તેઓની સાથે તેમનાં છ મિત્રો પણ સાથે નીકળ્યા છે. 

 કોરોનાં અને લમ્પી વાયરસથી લોકોને રક્ષણ મળે તે માટે દ્વારકા જવા નીકળ્યા
રાજ્યમાં પશુઓનાં  લમ્પી વાયરસના કારણે મોત નિપજ્યા હતા. તેમજ કોરોનાં જેવી મહામારીથી લાખો નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે કોરોનાં અને લમ્પી વાયરસથી લોકોને રક્ષણ મળે તે માટે ગોધરાથી દ્વારકા ઊંધા પગે ચાલીને લાખાભા પાલિયા નામના 66 વર્ષના વૃદ્ધ જામનગર આવી પહોંચ્યા હતા. ત્યારે તેઓ ગત 18 ફેબ્રુઆરીનાં રોજ ગોધરાના નશિપુર ગામથી ઊંધા પગે ચાલીને દેવભૂમિ દ્વારકા જવા નીકળ્યા હતા. 

અગાઉ પણ તેઓએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી છે
આ બાબતે વાલાભાએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ પણ જાતની માનતા કે બાધા માની નથી. તેઓને અંતર આત્મામાંથી તેઓને ઈચ્છા થતા તેઓ દ્વારકાધીશનાં ધામે જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ આટલું લાંબું અંતર કાપીને જામનગર પહોચ્યા હોવા છતાં તેઓને શરીરમાં ક્યાંય થાક કે પીડા જેવું  લાગતું નથી. આ અગાઉ પણ તેઓએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી હોવાનું જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ