બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A country where even though there is a Muslim population it is forbidden to build a mosque

OMG / એ દેશ જ્યાં મુસ્લિમ વસ્તી હોવા છતાં પણ મસ્જિદ બનાવવાની મનાઈ છે, જાણો કેમ

Arohi

Last Updated: 07:59 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં જામા મસ્જિદ વિવાદની વચ્ચે એ જાણવું રસપ્રદ છે કે દુનિયામાં અમુક દેશ એવા પણ છે જ્યાં મુસ્લિમ પોપ્યુલેશન તો છે પરંતુ મસ્જિદ નથી. ત્યાં જ ગ્રીસની રાજધાની Athensમાં ખોબ મોટી આબાદી મુસ્લિમોની હોવાના લગભગ 2 વર્ષો સુધી એક પણ મસ્જિદ બનાવવામાં આવી ન હતી.

  • દુનિયાના ઘણા દેશોમાં છે મુસ્લિમ પોપ્યુલેશન 
  • પરંતુ ત્યાં નથી મસ્જિદ 
  • જાણો ગ્રીસની રાજધાની  Athens વિશે 

જામા મસ્જિદમાં હાલમાં જ યુવતીઓની એન્ટ્રી પર પ્રતિબંધની નોટિસ લગાવવામાં આવી હતી. આ અલગ વાત છે કે ભારે વિરોધની વચ્ચે એક દિવસની અંદર જ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. શાહી ઈમામના અનુસાર જો કોઈ યુવતી ઈબાબત માટે આવે તો તેમને કોઈ મુશ્કેલી નથી. 

આ વચ્ચે મસ્જિદો વિશે ઘણા તથ્ય સામે આવી રહ્યા છે. જેવા કે પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર 2025 અનુસાર દુનિયાભરમાં મસ્જિદોની સંખ્યા ઝડપથી વધતા 4.5 બિલિયન સુધી પહોંચી જશે. તેમાં ઈસ્લામિક કમ્યુનિટી સેન્ટર અને બીજી સંસ્થાઓ શામેલ નથી. 

ગ્રીસની રાજધાની  Athens
શરૂઆત ગ્રીસની રાજધાની એથેંસથી કરીએ. જ્યાં સીરિયાથી લઈને પાકિસ્તાન સુધીના લોકો મોટી સંખ્યામાં છે. અમુક 2 વર્ષ પહેલા 1833માં અહીં શુક્રવારની નમાઝ માટે એક મસ્જિદ ખુલી, જ્યાર બાદ સીધી 2020માં જ ઔપચારિક રીતે એથેંસમાં આ ધાર્મિક સ્થળ ખુલી શકે. લાંબા સમય સુધી ધાર્મિક સ્થળને બંધ રાખવા પાછળ આ જગ્યાના કટ્ટરતાથી ભરેલો ઈતિહાસ છે. 

ગ્રીસમાં મુસ્લિમોની સંખ્યા ઓછુ નથી
આઝાદી બાદ ગ્રીસમાં ઘણી સરકારો આવી પરંતુ જનતાની નસ ઓળખી ચુકેલી સરકારોએ મસ્જિદોની ફરી શરૂઆત કરવાની વાન ન કરી. આ વચ્ચે ગ્રીસમાં એક વસ્તુ બદલતી રહી, તે હતી મુસ્લિમ વસ્તી. 

મિડલ ઈસ્ટર્ન દેશોમાં વધતી રાજનૈતિક-આર્થિક અસ્થિરતાની વચ્ચે અહીંથી શરણાર્થી ભાગીને યુરોપની તરફ આવવા લાગ્યા. ગ્રીસ સૌથી નજીકનો દેશ છે જ્યાં મુસ્લિમોની આબાદી વધવા લાગી. વર્ષ 2019માં જાહેર ઈન્ટરનેશનલ રિલીજિઅસ ફ્રિડમની રિપોર્ટ અનુસાર ગ્રીસની કુલ આબાદીમાં મુસ્લિમ આબાદી લગભગ 2 ટકા હતી. આ એક મોટી સંખ્યા છે. 

ગ્રીસના લોકોમાં હજુ પણ છે નારાજગી 
આટલી મોટી સંખ્યા બાદ પણ ત્યાં લોકો ફ્લેટ્સમાં નમાઝ અને ધાર્મિક ચર્ચાઓ કરે છે. ધર્મનિરપેક્ષ ઉદારવાદિકાના વધ્યા બાદ ઔપચારિક રીતે મસ્જિદ શરૂ કરવાની વાત ચાલી પરંતુ જનતાની અંદર વિરોધ અને ગુસ્સો રહ્યો. આજ કારણ હતું કે સરકાર ઈચ્છવા છતાં કોઈ પગલું ઉઠાવવાથી ડરે છે. 

હવે ત્યાં મસ્જિદો તો છે પરંતુ જુની પરંપરા યથાવત રાખતા લોકો અથવા તેમની પેઢીઓએ સતત તેનો વિરોધ કર્યો છે. જેનાથી આજ વર્ષે ફેબ્રુઆરીમાં ગ્રીસની એક મસ્જિદ પર હુમલો થયો. સાથે આ ધર્મ વિરોધ પોસ્ટર ચિપકાયા. ત્યારે પડોસી દેશ તુર્કી સુધી આ વિરોધની લહેર પહોંચી હતી. ત્યાં પણ ગ્રીસનો વિરોધ થવા લાગ્યો. જેમ તેમ સરકારોએ મામલો શાંત કર્યો. 

મુસ્લિમ ધર્મને ઓફિશ્યલ દરજ્જો નહીં 
અહીં સ્થિતિ તેમ છતાં સારી માનવામાં આવી શકે છે. પરંતુ બે બીજા પણ દેશ છે. જ્યાં મુસ્લિમોની ધાર્મિક વસ્તી કોઈ હદ સીમિત છે. એક દેશ છે સ્લોવાકિયા, જે નેઉની શરૂઆતમાં ચેક રિપબ્લિકથી તૂટીને બન્યુ. ત્યાં જ તાત્કાલિક સ્લોવાક નેશનલ પાર્ટીએ વર્ષ 2016માં મુસ્લિમ ધર્મને, તેને ધર્મોની રજિસ્ટર્ડ કેટેગરીમાંથી દૂર કરાયા.

એટલે કે ઓફિશ્યલ રીતે મુસ્લિમ હવે અહીં પોતાના ધાર્મિક સ્થળ નહીં બનાવી શકો. તેનું એક કારણ એ પણ છે કે કોઈ પણ ધર્મને રજીસ્ટર થવા માટે ઓછામાં ઓછા 50 હજાર અનુયાયી જોઈએ. હવે સ્લોવાકિયામાં આટલી મોટી મુસ્લિમ આબાદી તો નથી. એટલે કે આ ધર્મ ઓફિશ્યલ લિસ્ટમાંથી હટી ગયો છે. 

એ પણ એક વાત છે કે સરકારે આ પગલાને ઈસ્લામોફોબિયા ગણાવ્યો. અહીં કહેવામાં આવ્યું છે કે 5 હજારની આબાદી વાળા મુસ્લિમ અલગ પડી જાય, માટે જાણી-જોઈને 50 હજાર વાળો નિયમ આવ્યો. 

કોઈ હદ સુધી આ વાત યોગ્ય લાગી શકે છે કારણ કે મિડલ ઈસ્ટમાં અફરાતફરી સમયમાં સ્લોવાકિયાના શરણાર્થિઓને વસાવવા માટે ઈનકાર કરવામાં આવ્યો. હકીકત જે પણ હોય પરંતુ એક તથ્ય એ છે કે હવે અહીં કોઈ મસ્જિદ નથી. નમાઝ અથવા એવી જ ધાર્મિક એક્ટિવિટી માટે લોકો એક બીજાના ઘરે જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ