Banaskantha News: દૂધ મંડળીઓ દ્વારા પશુ પાલકોના બેંક ખાતા બનાસ બેંકમાં ખોલાવવામાં આવશે, બનાસ ડેરીની સૂચના બાદ દૂધ મંડળીઓએ પશુ પાલકોના ખાતા ખોલાવવા માટે ડેક્યુમેન્ટ જમાં કરવાનું શરૂ કર્યું છે.
પશુ પાલકોના બેંક ખાતા બનાસબેંકમા ખોલાશે
પશુ પાલક ડોક્યુમેન્ટ જમાં નહીં કરાવે તો દૂધનો પગાર નહીં મળે
બનાસડેરી દ્વારા દૂધ મંડળીઓને અપાઈ છે સૂચના
બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીઓને પશુ પાલકોના બેંક ખાતા બનાસ બેંકમાં ખેલાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બનાસ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પશુ પાલક બેંકમાં ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ જમાં નહીં કરાવે તો તેમને દૂધના રૂપિયા અને ભાવફેર નહીં મળે.
બનાસ ડેરી દ્વારા અપાઈ સૂચના
બનાસ બેંક જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક છે. બનાસ બેંકમાં અનેક પશુ પાલકોના અગાઉથી ખાતા છે. જ્યારે કેટલાક પશુ પાલકોના અન્ય બેંકોમાં ખાતા છે. ત્યારે બાકી રહેલા ગ્રાહકો માટે ખાતા ખોલાવવાની સૂચના આપવામાં આવી છે. બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીઓને પશુ પાલકોના ખાતા બનાસ ડેરીમાં ખોલાવવાની સૂચના આપવામાં આવી છે.
લગાવવામાં આવી છે નોટિસ
આ માટે એક નોટિસ પણ લગાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આથી દરેક ગ્રાહકોને જણાવવાનું કે દરેક ગ્રાહકનું બેંકનું ખાતું બનાસ બેંકમાં ખોલાવવાનું છે, તો જરૂરી ડોક્યુમેન્ટ ડેરીમાં 3 દિવસમાં જમાં કરાવવાના છે. જે કોઈ ડોક્યુમેન્ટ નહીં આપે તો તેમને પગાર અને ભાવફેર મળશે નહીં.