બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A child lost his life due to stray dogs in Gir Somnath

આતંક / મામાનું ઘર કેટલે 'દીવો બળે' એટલે, ગીર સોમનાથમાં રખડતા શ્વાનનો બાળક પર જીવલેણ હુમલો, બચકાં ભરી લેતા મોત

Kishor

Last Updated: 07:39 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથનાં કોડીનાર રેલવે સ્ટેશન નજીક રખડતા શ્વાને જીવલેણ હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું હતું.

  • ગીર સોમનાથમાં રખડતા શ્વાનને કારણે બાળકે ગુમાવ્યો જીવ
  • કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળક પર કર્યો જીવલેણ હુમલો
  • બાળક મામાના ઘરે કોડીનાર રેલવે સ્ટેશન નજીક આવ્યો હતો

 રાજ્યમાં રાખડતા ઢોરની માફક રખડતા શ્વાનનો આતંક આસમાને જોવા મળી રહ્યો છે. જેના છાશવારે કિસ્સાઓ પ્રકાસમાં આવતા હોય છે. શ્વાનના આતંકને પગલે અનેક નિર્દોશ બાળકો ઉપરાંત વ્યક્તિઓના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. છતાં આ આતંક આજ સુધી અટક્યો નથી. આવી સ્થિતિ વચ્ચે ગીર સોમનાથમાં રખડતા શ્વાનને કારણે બાળક મોતના ખપ્પરમાં હોમાયો હોવાનું સામે આવતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બાળક તેના મામાને ત્યાં આવ્યો હતો. આ દરમિયાન કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળક પર શ્વાને જીવલેણ હિમલો કર્યો હતો. જેને લઈને બાળકને ગંભીર ઇજા થવા પામી હતી.આથી તેને તાત્કાલીક સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને પરિવારજનોમા કાળો કલ્પાંત ફેલાયો છે.

કન્યાસી ગામે શ્વાને ૩ બાળકો ઉપર હુમલો કર્યા હતો

બે દિવસ અગાઉ સુરત જિલ્લામાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો. જેમાં ઓલપાડના કન્યાસી ગામે શ્વાને ૩ બાળકો ઉપર હુમલો કર્યા હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બાદમાં રોષએ ભરાયેલા ગ્રામજનોએ શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.  

સુરતમાં યુવાનનું થયું હતું મોત

બીજી તરફ સુરત લક્ષ્મી નગરમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો. જેમાં રખડતા શ્વાનના હુમલા બાદ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકનું મોત થયું છે. 28 વર્ષીય યુવકને રખડતા શ્વાને એક મહિનામાં બે વખત બચકા ભર્યા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી નગર ખાતે રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બચકા ભર્યા હતા. રાજનને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. યુવકને પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં અને બીજી વખત 21 માર્ચે શ્વાને બચકું ભર્યું હતું. ત્યારબાદ યુવાનું મોત નીપજતા પરીવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ