બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A case of superstition in Nagadhari Primary School in Valsad

આરોપ / વલસાડની શાળામાં 12 મરઘા અને 1 બકરાને કાપી નાખ્યા, અંધશ્રદ્ધામાં વિદ્યાના ધામમાં જ બલિની મેલી વિદ્યા, સામે આવ્યું રસોયાનું કનેક્શન

Vishnu

Last Updated: 11:09 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસ.એમ.સી કમિટીના સભ્યોના આરોપ મુજબ ડાંગ થી ભગત ભુવાને બોલાવી વલસાડના ધરમપુર તાલુકાના નગડધરી ગામની પ્રાથમિક શાળામાં  મેલી વિદ્યા કરાઇ

  • ધરમપુરમાં ફરી ધૂંણ્યું અંધશ્રદ્ધાનું ભૂત
  • ક્યાં સુધી લોકો અંધશ્રદ્ધામાં માનતા રહેશે ?
  • નગડધરી પ્રાથમિક શાળામાં મેલી વિદ્યા કરાયાનો આક્ષેપ

ભારત દેશ એકવીસમી સદીમાં અને ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો.હવે સમાજ માટે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે અને કદાચ આ કિસ્સાને જોઈ સમજીને સમાજની આંખ ઉઘડે તો એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે કામ જ આવશે. કારણે અંધશ્રદ્ધાનું આ ભૂત હવે શાળામાં પહોંચ્યું છે. જ્યાં ,12 મરઘા અને 1 બકરાની બલિ ચઢાઈ હોવાનો સણસણતો આરોપ મુકાઈ રહ્યો છે. દાવા મુજબ શાળાના કેમ્પસમાં લોહી પડેલું હતું ને કુંકુ ગુલાલ અને તેમજ ત્યાં મરધાના પીછાં પણ હતા.

નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા  વચ્ચે  ઝોલા ખાતા હોય છે.સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કા તો મરણમૂડી ખોવી પડી હોય. ત્યારે હવે વલસાડમાં  વિદ્યાના ધામમાં મેલી વિદ્યાનો કિસ્સો સામે આવતા અરેરાટી મચી છે. નગડધરી ગામની પ્રાથમિક શાળામાં શાળામાં ભૂવાને બોલાવી મેલી વિદ્યા કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે.શાળા પરિસર નજીક વિધિના નામે મરઘા અને બકરાની બલી ચઢાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંધશ્રદ્ધામાં શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોયાએ વિધિ કરાવી 12 મરધા અને 1 બકરાને કાપી નાખ્યા છે.

દિનેશ ભોયે,સભ્ય , એસ.એમ.સીએ શું આરોપ લગાવ્યો?
'શાળામાં રસોયો છે તેણે ડાંગના ખીરમાની ગામથી ભગત બોલાવ્યા હતા તે દિવસ દરમિયાન કઇંક ખોદતાં હતા. હું રાતના સમયે ત્યાં ગયો ત્યારે 12 મરધાને કાપી નાખવામાં આવ્યા હતા અને 1 બકરાની બલિ દેવાઈ ગઈ હતી. 25 નાળિયેર પણ હતા. આ મેલી વિદ્યાની અસર બાળકો પર માનસિક રીતે થઈ શકે છે'

DEPOએ આપ્યા તપાસના આદેશ

શાળામાં મેલી વિદ્યાના આક્ષેપની ચકચાર મચી જતાં DEPOએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.  મીડિયા માધ્યમથી ઘટના સામે આવતા DEPO ડી બી બારિયાએ તાત્કાલિક તપાસ આદેશ આપ્યા છે. વિધિ થઈ છે કે કેમ તે માટે એક ટીમને ઘટનાસ્થળે જવા રવાના કરાઇ છે. રસોયા કસૂરવાર ઠરશે તો જે તે વિભાગને કડક પગલાં લેવા માટે જાણ કરવામાં આવશે. પણ આ ઘટનાથી અનેક સવાલો પણ ઉભા થઈ ગયા છે.

VTV ગુજરાતીના સળગતા સવાલ!

  • અંધશ્રદ્ધાની ઘટનાઓ કયારે અટકશે? 
  • લોકો કયાં સુધી અંધશ્રદ્ધામાં માનશે?
  • શું અંધશ્રદ્ધામાં વિધિ કરાવવી તે ઉકેલ છે?
  • પ્રાથમિક શાળામાં કેમ બોલાવ્યાં ભૂવાને?
  • અંધશ્રદ્ધાનો લોકો કયાં સુધી બનતા રહેશે ભોગ? 
  • શાળામાં મેલી વિદ્યા કરવી કેટલી યોગ્ય?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ