બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:44 PM, 1 May 2023
ADVERTISEMENT
જ્યારે મગજની રક્તવાહિનીઓ ફાટી જાય અને લોહી નીકળે અથવા મગજમાં લોહી પહોંચવામાં અવરોધ આવે સ્ટ્રોક ત્યારે થાય છે. રક્તવાહિની ફાટવાથી અથવા તેમાં કોઈ અવરોધ આવવાને કારણે મગજની નસો સુધી લોહી અને ઓક્સિજન પહોંચતું નથી. ઓક્સિજનની અછતને કારણે મગજના કોષો અને નસોને નુકસાન થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર યુ.એસ.માં સ્ટ્રોક મૃત્યુનું મુખ્ય કારણ છે. એકલા અમેરિકામાં દર વર્ષે 7 લાખ 95 હજાર લોકોને સ્ટ્રોક આવે છે. ભારતની વાત કરીએ તો અહીંયા સ્ટ્રોકએ મૃત્યુનું ચોથું મુખ્ય કારણ અને અપંગતાનું પાંચમું મુખ્ય કારણ છે. એક રિસર્ચ અનુસાર ભારતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ દર વર્ષે 150 લોકોને સ્ટ્રોકની સમસ્યા થાય છે. જો કે ભારત જેવા દેશમાં તેનો ચોક્કસ આંકડો નક્કી કરવો મુશ્કેલ છે. જ્યાં આજે પણ ઘણા લોકો સારવારના અભાવે ઘણા લોકો મૃત્યુ પામે છે અને કરોડો લોકો બોગસ ર્ડાક્ટરોનાં વિશ્વાસે રહે છે.
સ્ટ્રોક એક મેડીકલ ઈમરજન્સી છે અને શક્ય તેટલી વહેલી તકે સારવાર મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સમયસર સારવાર મળી જાય તો વ્યક્તિનો જીવ તો બચાવી શકાય છે. અને મગજના વધુ નુકસાનને પણ ટાળી શકાય છે. યોગ્ય સારવારની મદદથી સ્ટ્રોકની સમસ્યામાં વિકલાંગતાથી પણ બચી શકાય છે.
ADVERTISEMENT
સ્ટ્રોક કેટલા પ્રકારનાં હોય છે?
Transient ischemic attack (TIA): આ પ્રકારના સ્ટ્રોકનું કારણ મુખ્યત્વે લોહી ગંઠાઇ જવાનાં કારણે થતી હોય છે. જે સામાન્ય રીતે લોહીમાં એની મેળે જ ઓગળી જાય છે. 10-15 ટકા સ્ટ્રોક ક્ષણિક ઇસ્કેમિક હુમલા છે.
Ischemic stroke: આ પ્રકારનો સ્ટ્રોક ધમનીમાં લોહીના ગંઠાવા અથવા ધમનીમાં પ્લેક જમા થવાનાં કારણે આવેલ અવરોધને કારણે થાય છે. ઇસ્કેમિક સ્ટ્રોકના લક્ષણો અને તેની જટીલતા TIA ની તુલનામાં ખૂબ લાંબા સમય સુધી રહે છે. અને તે કાયમી પણ હોઈ શકે છે. CDC મુજબ લગભગ 87 ટકા સ્ટ્રોક ઇસ્કેમિક સ્ટ્રોક છે.
Hemorrhagic stroke: આ સ્ટ્રોકને રક્તસ્ત્રાવી(હેમરેજ) સ્ટ્રોક પણ કહેવામાં આવે છે. મગજમાં રહેલી કોઈપણ રક્તવાહિની ફાટવાથી કે લીક થવાને કારણે મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે હેમરેજિક સ્ટ્રોક થાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ 13 ટકા સ્ટ્રોક હેમરેજિક છે.
સ્ટ્રોકના લક્ષણો શું છે?
મગજમાં લોહીના પ્રવાહના અભાવને કારણે, મગજની અંદરના નસો અને કોષોને નુકસાન થાય છે. મગજનાં જુદા જુદા ભાગો શરીરના જુદા જુદા અંગોને નિયંત્રિત કરે છે. સ્ટ્રોકના લક્ષણો શરીરના તે ભાગો પર દેખાય છે, જે મગજના તે ભાગ દ્વારા નિયંત્રિત થાય છે. ત્યારે સ્ટ્રોકનો ભોગ બને વ્યક્તિને જેટલી જલ્દી સારવાર અને યોગ્ય કાળજી મળે છે. તેટલું સારું પરિણામ દેખવા મળશે. આ જ કારણ છે કે સ્ટ્રોકના લક્ષણો વિશે સમજવું મહત્વપૂર્ણ છે. જેથી તમે કટોકટીની સ્થિતિમાં ઝડપથી કાર્ય કરી શકો.
સ્ટ્રોકના લક્ષણો
જ્યારે સ્ટ્રોક આવે છે, ત્યારે તાત્કાલિક સારવાર જરૂરી છે. જો સ્ટ્રોકના લક્ષણો તમારામાં અથવા તમે જાણતા હો તો તરત જ ઈમરજન્સી નંબર પર ફોન કરો અને આરોગ્ય સેવાઓ લો. ડોક્ટરો તમને યોગ્ય સમયે યોગ્ય સારવાર આપીને નીચેની કેટલીક સમસ્યાઓથી બચાવી શકે છે
મગજનો સ્ટ્રોક શા માટે થાય છે?
બ્રેઈન સ્ટ્રોકનું કારણ શું છે, તે તેના પ્રકાર પર નિર્ભર કરે છે. સ્ટ્રોકના ત્રણ પ્રકાર છે, જેના વિશે અમે તમને ઉપર જણાવ્યું છે. આને બીજા ઘણા ભાગોમાં પણ વિભાજિત કરી શકાય છે.
શરીર પર દરેક પ્રકારના સ્ટ્રોકની અસર પણ અલગ-અલગ હોય છે. તેની સારવાર અને રિકવરી પ્રોસેસ પણ અલગ-અલગ હોય છે. સ્ટ્રોક મગજની નસમાં બ્લોકેજ ફાટવાનાં કારણે થાય છે.
સ્ટ્રોકના જોખમી પરિબળો શું છે?
અમુક જોખમી પરિબળો તમને સ્ટ્રોક માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. યુ.એસ.માં નેશનલ હાર્ટ, લંગ અને બ્લડ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, સ્ટ્રોક માટે જોખમી પરિબળો આ છે.
અતિશય દારૂનું સેવન
વધુ પડતું પીવાથી સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. જો તમે આલ્કોહોલ પીતા હો, તો ઓછી માત્રામાં પીવો. ઓછી માત્રાનો અર્થ છે કે સ્ત્રીઓ માટે દિવસમાં એક કરતાં ડ્રિંક અને પુરુષો માટે 24 કલાકમાં 2 ડ્રિંકથી વધુ નહીં. આલ્કોહોલનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે. તે ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર પણ વધારે છે. જેના કારણે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે.
તમાકુનો ઉપયોગ
કોઈપણ સ્વરૂપમાં તમાકુનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમાકુનું સેવન રક્તવાહિનીઓ અને હૃદયને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તમાકુમાં હાજર નિકોટિન પણ બ્લડ પ્રેશર વધારે છે.
પારિવારિક ઇતિહાસ
કેટલાક અંગત કારણો પણ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. જેમાં કૌટુંબિક ઇતિહાસ સૌથી મહત્વપૂર્ણ છે. કેટલાક પરિવારોમાં આનુવંશિક સ્વાસ્થ્યનાં કારણો જેવા કે બ્લડ પ્રેશરનાં કારણે સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. આ સિવાય સ્ટ્રોકનો ખતરો પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ હોય છે. વધારે ઉંમરમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જુઓ તેનાં કારણો
હેમોરહેજિક સ્ટ્રોક
મગજની નસ ફાટવા અથવા લીક થવાને કારણે હેમરેજિક સ્ટ્રોક થાય છે. અને તેના માટે ડોકટરોએ વિવિધ પ્રકારની સારવાર નક્કી કરવી પડે છે. તેની સારવાર માટે બ્લડ પ્રેશર ઘટાડવા માટે દવાઓ આપવામાં આવે છે. વાઈના હુમલાને રોકવા માટે દવાઓ આપવામાં આવે છે. રક્તવાહિનીઓના સંકુચિતતાને અટકાવવામાં આવે છે. તેના ઓપરેશનમાં, ડોકટરો નબળી નસમાં અથવા જ્યાં હેમરેજિક સ્ટ્રોક થયો હોય ત્યાં લાંબી નળી લઈ જાય છે. ત્યાં તેઓ કોઇલ જેવું ઉપકરણ મૂકે છે. જેથી રક્ત નસની બહાર વધુ ન ફેલાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.