બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / A bank account can be emptied with just one phone call, keep this special thing in mind to avoid

ફ્રોડ / એક ફોનકોલથી જ ખાલી થઇ શકે છે બેંક એકાઉન્ટ, બચવા માટે ધ્યાનમાં રાખો આ ખાસ વાત

Megha

Last Updated: 04:54 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ફોન કોલથી જ ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ટીપ્સને ફોલો કરીને અપરાધી લોકોને બેંક ફ્રોડનો શિકાર બનાવીને થોડી જ મીનીટોમાં તેમનું એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

  • ઠગવાની અલગ અલગ રીતમાંથી એક છે વિશિંગ(Vishing)
  • મોબાઈલમાં કોઈ મેસેજ કે ઈમેલ આવે જેમાં એકાઉન્ટ નંબર માંગવામાં આવે
  • અંગત માહિતી જેવી કે યુઝર આઈડી, લોગઇન પાસવર્ડ, ઓટીપી માંગે 

આજકાલ ટેકનોલોજી જેટલી માણસો માટે કામને સરળ બનાવી રહી છે એટલી જ માણસોને ફ્રોડનો શિકાર પણ બનાવી રહી છે. કામ સરળ અને ટૂંક સમયમાં કરવા માટે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે પણ ઘણાં લોકો આ ટેકનોલોજી દ્વારા લોકોને ઠગવા લાગ્યા છે. દરરોજ કેટલાય એવા કિસ્સાઓ બહાર આવે છે જ્યાં આ ટેકનોલોજીની જ મદદથી લોકો ફ્રોડનો શિકાર બને છે અને તેમનાં બેંક ખાતામાંથી હજારો-લાખો રૂપિયા મીનીટોમાં જ ગાયબ થઇ જાય છે.

અમદાવાદના અમિતાબહેનને આ એક ભૂલ કરીને ટુકડે ટુકડે 1.23 લાખ રૂપિયા ખાતામાંથી  થઇ ગયા ગાયબ | Fraud with women Ahmedabad KYC cyber crime

ખાસ કરીને કોરોના મહામારી સમયે લોકો આવા ફ્રોડનો શિકાર વધુ બન્યા હતા કારણકે કોરોના સમયે લોકો બેંકથી જોડાયેલ દરેક કામ ઘરેથી બેઠા બેઠા ઓનલાઈન કરતા હતા અને એ સમયે જ આવા ડીજીટલ ચોર તેમને પોતાનો શિકાર બનાવતા હતા. આવા અપરાધી સામાન્ય લોકોને બેંક ફ્રોડનો શિકાર બનાવીને થોડી જ મીનીટોમાં તેમનું એકાઉન્ટ ખાલી કરી નાખતા હતા. આવા અપરાધી અલગ અલગ રીતે સામાન્ય લોકોને ઠગવાનું કાવતરું કરીને તેમની જીવનભરની પુંજી મીનીટોની અંદર ચોરી કરી લે છે. આવી અઢળક અલગ અલગ રીતમાંથી એક છે વિશિંગ(Vishing). ચાલો અમે તમને તેના વિશે ડીટેલમાં જણાવીએ. 

વિશિંગ(Vishing) શું છે? 
વિશિંગની આ રીતમાં અપરાધી કે ઠગ તમને ફોન કરે છે અને તમારા વિશેની અમુક માહિતી એકથી કરે છે જેમ કે એ અપરાધી તમને ફોન કરીને ઘણી અલગ અલગ રીતે તમારું યુઝર આઈડી, લોગઇન અને ટ્રાન્જેક્શન પાસવર્ડ, ઓટીપી, URN યુનિક રજીસ્ટ્રેશન નંબર, કાર્ડ પીન, ગ્રીન કાર્ડ વેલ્યુ અને આવી જ બીજી ઘણી માહિતી વિશે પૂછી શકે છે. આ સિવાય તમારી જન્મ તારીખ, તમારાં માતા-પિતાના નામ વિશે પણ પૂછી શકે છે. આવા અપરાધી તેમની ઓળખ બેંકના અધિકારી તરીકે આપે છે અને આ બધી માહિતીની જરૂર બેંકમાં પડી છે એવો દાવો કરે છે. આ સાથે જ એવું પણ કહે છે કે જો તમે આ માહિતી શેર નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઇ જશે કે તમારાં એકાઉન્ટમાંથી કોઈ ફિ કે ટેક્સના રૂપિયા કપાઈ જશે. જો આવી પરિસ્થિતિમાં તમે ગભરાઈને વધુ માહિતી એમની સાથે શેર કરી દીધી તો બસ થોડી જ મીનીટોમાં તમારું એકાઉન્ટ ખાલી થઇ શકે છે. 

આવા ફ્રોડથી બચવા માટે રાખો આ વસ્તુનું ધ્યાન 
- આવા ફ્રોડથી બચવા માટે તમે તમારી અંગત માહિતી જેવી કે યુઝર આઈડી, લોગઇન અને ટ્રાન્જેક્શન પાસવર્ડ, ઓટીપી, URN યુનિક રજીસ્ટ્રેશન નંબર, કાર્ડ પીન, ગ્રીન કાર્ડ વેલ્યુ નંબર કોઈ સાથે પણ ફોન પર કે મેસેજ દ્વારા શેર ન કરો. આ સિવાય કોઈ વ્યક્તિ ફોન પર એમ કહે કે બેંકનો કર્મચારી છે અને બેંક એકાઉન્ટ નંબર માંગે તો ભૂલથી પણ કોઈ આંકડા શેર ન કરો. સાથે જ તેની જાણ તમારાં બેંકમાં પણ કરો. 
- જો તમારા મોબાઈલમાં કોઈ મેસેજ, ઈમેલ કે એસએમએસ આવે જેમાં તમારા એકાઉન્ટ નંબર માંગવામાં આવે અથવાતો તમારાં ક્રેડીટ કે ડેબીટ કાર્ડના નંબર માંગવામાં આવે તેમાં ક્યારેય કોઈ માહિતી શેર ન કરતા. 
- જો તમને કોઈ ટેલીફોનના નંબર આવે કે બેંકના નંબર છે અને તમારા એકાઉન્ટ સંબંધિત માહિતી શેર કરો તો સૌ પ્રથમ તમારે એ નંબરની ચકાસણી કરવી જોઈએ કે એ નબંર સાચે બેંકના છે કે નહીં. પછી જ કોઈ માહિતી શેર કરવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ