બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / વડોદરા / A 19-year-old youth has died due to stray cattle in Bhavnagar

ક્યાં સુધી? / માણસની જિંદગીના દુશ્મન બન્યા રખડતાં ઢોર, ભાવનગરમાં એક યુવકનું મોત તો વડોદરામાં એક દંપતીને લીધું અડફેટે

Dinesh

Last Updated: 10:11 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક 19 વર્ષીય યુવાનનો ભોગ લેવાયો છે, શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન ગાયે અડફેટે લેતા તેનું મોત થયું છે

  • રખડતા ઢોરનો રાજ્યમાં આતંક
  • માણસની જિંદગીના દુશ્મન બન્યા ઢોર 
  • શહેરના રસ્તાઓ પર મોત બની ફરે છે ઢોર 


રસ્તા પર રખડતા ઢોર હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આવી જ  બે ઘટનાઓ આજે સામે આવી છે. જેમાં પહેલી ઘટના ભાવનગરની છે. જ્યાં રખડતા ઢોરને કારણે એક 19 વર્ષીય યુવાનનો ભોગ લેવાયો છે. શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન ગાયે અડફેટે લેતા તેનું મોત થયું છે. 

ભાવનગરમાં એક યુવકનો ઢોરે લીધો ભોગ 
જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, કેવી રીતે અચાનક ગાય દોડીને રોડ પાર કરવા જાય છે. આ દરમિયાન રોડની બીજી તરફથી આવતો યુવક તેની સાથે અથડાઈને ફંગોવાઈ છે. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે છે અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજે છે. ભાવનગરમાં જ નહીં વડોદરામાં પણ આજે રખડતા ઢોરના આતંકના કિસ્સો સામે આવ્યો છે.

મૃતકની તસવીર

કોના કારણે રસ્તાઓ પર ઢોર રખડે છે?
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે એક બાઈક ચાલક દંપતીને ઢોરે અડફેટે લીધા હતા. જેમાં બંને પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં બંને પતિ-પત્નીને ઈજાઓ જ પહોંચી હતી. જોકે અહીં તેમનો જીવ પણ જઈ શક્તો હતો. તેવામાં અહીં શહેરોના રસ્તાઓ પર રખડતા ઢોરના જીવલેણ હુમલાથી લોકોને કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ બની ગયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ