બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 7 underbridges closed due to heavy rain in Ahmedabad

જળબંબાકાર / ભારે વરસાદથી પાણી પાણી થયું અમદાવાદ, 7 અંડરબ્રિજ બંધ, સાબરમતીમાંથી 33 હજાર ક્યુસેક પાણી છોડાયું

Dinesh

Last Updated: 09:54 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું છે

  • અમદાવાદમાં ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ
  • વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા 
  • સાબરમતી નદીમાંથી 33 હજાર 660 કયુસેક પાણી છોડાયુ


અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરબ્રિજ બંધ કરાયા છે. અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે.

7 અંડરબ્રિજ બંધ કરાયા
અમદાવાદ શહેરના થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા, એલિસબ્રિજ, જમાલપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તેમજ ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ કરાયા છે. 

 વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા
વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું છે.  ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સાંજના સમય અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ